Henley Passport Index નામનું લિસ્ટ દર વર્ષે જાહેર થાય છે. તેમાં જગતના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી આપવામાં આવે છે. જેથી ક્યા દેશનો પાસપોર્ટ કેટલા દેશોમાં આદર ધરાવે છે એ જાણી શકાય. લિસ્ટ મુજબ ભારતનો પાસપોર્ટ 83મા ક્રમે છે. ગયા વર્ષે ભારતનું સ્થાન 90મું હતું. હાલ 59 દેશોમાં ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝા વગર પ્રવેશ મળી શકે છે. જાપાનનો પાસપોર્ટ સૌથી પાવરફૂલ છે, કેમ કે એ 192 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી ધરાવે છે. સિંગાપોર પણ 192 દેશોમાં એન્ટ્રી ધરાવે છે. ભારતને 59 દેશોમાં પ્રવેશ છે, જેમાં જગતના ઘણા અગ્રણી દેશોનો સમાવેશ થતો નથી. અમેરિકાના વિઝા માટે તો અનેક પ્રકારની માથાકૂટોમાંથી પસાર થવું પડે છે એ આપણે જાણીએ છીએ.
અલબત્ત, વિઝા વગર પ્રવેશ મળતો નથી. પરંતુ અગાથી વિઝા મેળવવાની પ્રક્રિયામાંથી મુક્તી મળે છે. વિઝા ઓન એરાઈવલ નામે ઓળખાતી સિસ્ટમ કામ કરે છે. એટલે કે જે-તે દેશના એરપોર્ટ પર ઉતરો એ પછી વિઝા ત્યાં જ મળી જાય. તેના કારણે કામ ઘણુ સરળ થઈ જાય.
ભારતને વિઝા ફ્રી પ્રવેશ આપતા દેશો
એશિયા
- ભુતાન
- કમ્બોડિયા
- ઈન્ડોનેશિયા
- લાઓસ
- મકાઉ
- માલદિવ્સ
- મ્યાનમાર
- નેપાળ
- શ્રીલંકા
- થાઈલેન્ડ
- તિમોર (ઈસ્ટ)
મિડલ ઈસ્ટ
- ઈરાન
- જોર્ડન
- ઓમાન
- કતાર
આફ્રિકા
- બોત્સવાના
- કેપ વર્દે ટાપુ
- કોમોરેસ ટાપુ
- ઈથોપિયા
- ગેબોન
- ગીની બિસાઉ
- માડાગાસ્કર
- મોરિટાનિયા
- મોરેશિયસ
- મોઝામ્બિક
- રવાન્ડા
- સેનેગલ
- સેશલ્સ
- સિએરા લિઓન
- સોમાલિયા
- તાન્ઝાનિયા
- ટોગો
- યુગાન્ડા
- ઝિમ્બાબ્વે
યુરોપ
- આલ્બેનિયા
- સર્બિયા
દક્ષિણ અમેરિકા
- બોલિવિયા
- અલ સાલ્વાડોર
કેરેબિયન
- બાર્બાડોઝ
- બ્રિટિશ વર્જિન આઈલેન્ડ
- ડોમિનિકા
- ગ્રેનેડા
- હૈતી
- જમૈકા
- મોન્ટસેરાટ
- સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ
- સેન્ટ લુઈસિયા
- સેન્ટ વિન્સેન્ટ એન્ડ ધ ગ્રેનેડિયન્સ
- ટ્રિનિદાદ એન્ડ ટોબેગો
ઓશેનિયા વિસ્તાર
- કૂક આઈલેન્ડ
- ફીજી
- માર્શલ ટાપુ
- માઈક્રોનેશિયા
- ન્યુએઈ
- પલાઉ ટાપુ
- સામોઆ
- તુવાલુ
- વાનાતાઉ