Book Excerpts/પુસ્તકમાં શું છે?
ગાલાપાગોસ : ઉત્ક્રાંતિના અજાયબ ટાપુઓની પ્રવાસકથા
- waeaknzw
- April 1, 2020
યુરોપ-અમેરિકાના ઠંડા પ્રદેશોમાં વસતા લોકોના મનમાં એવી છાપ હોય છે કે મહાસાગરના આસમાની પાણી વચ્ચે સૂર્યપ્રકાશમાં નહાતા લીલાંછમ ટાપુઓ સ્વર્ગ જેવા સુંદર, શીતળ છતાં હુંફાળા હોય છે. આવી માન્યતાથી પ્રેરાઈને જર્મનીથી દાંતનો એક ડોક્ટર ફ્રિડરિક રિટર અહીં આવ્યો. અહીં આવીને તેણે એક ખેતર બનાવ્યું. પરંતુ જે ખેતરને તેણે સ્વર્ગનો બગીચો નામ આપ્યું હતું તેણે રિટરને સ્વર્ગ પણ ન આપ્યું અને શાંતિ પણ ન આપી. માત્ર મૃત્યુએ જ તેને છૂટકારો આપ્યો. જર્મન વિજ્ઞાની આઈબલે આ સ્વર્ગના બગીચાની મુલાકાત લીધી ત્યારે અહીં ખોડા તાડના ઝાડ જ હતાં. તેમાંથી પણ કેટલાંકનાં માથા વાવાઝોડામાં કપાઈ ગયાં હતાં.
Read More