Month: December 2019

Accommodation / ઉતારા-ઓરડા Book Excerpts/પુસ્તકમાં શું છે?

ઇડલી, ઓર્કિડ અને હું : યશસ્વી-સફળ થવા માટે જરૃરી ત્રણ બાબતો કઈ?

ફ્રાન્સમાં એક કાયદો છે કે રેસ્ટોરેન્ટની ચીમની બાજુની ઈમારત કરતાં ઊંચી હોવી જોઈએ. એક જણે એક ઊંચી ઈમારતની બાજુમાં રેસ્ટોરેન્ટ બાંધ્યુ. હવે એને અઠ્ઠાવીસ ફૂટ ઊંચી ચીમની બાંધવી પડી, એના બધા જ પૈસા ચીમનીમાં જ ગયા.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ચાંપાનેર: 500 વર્ષથી ખાલી પડેલા નગરની સફર

. ભગવાન શિવના એક સ્વરૃપ લકુલિશનું મંદિર ચાંપાનેરનો જ હિસ્સો હોવા છતાં તેની બાંધણી, કોતરણી અને સમયગાળો અલગ હોવાનું સમજતાં વાર લાગે એમ નથી. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે લકુલીશનુ એ મંદિર ચાંપાનેરનું સૌથી જૂનું બાંધકામ છે, છેક દસમી સદીનુ. એટલે કે એક હજાર વર્ષ પુરાણું.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

મહેતાના મોંઘેરા મહેમાન

પણ જે લગ્નમાં અમે જવાના નહોતા તેના મહેમાનો અમારે ત્યાં ઉતારો ગોઠવાઈ જાય તો અમારે અને ખાસ કરીને મારે શું કરવું?

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

GLF – બધુ જ નથી પણ ઘણુ બધુ તો છે જ!

‘દરેક વાચક વાંચતો વાંચતો એક અથવા બીજી તરેહની આલોચના તો કર્યે જ જતો હોય છે; અને ન કરતો હોય તો તેનો વાંચન-વ્યવસાય ઉપકારક પણ શો છે!’ દરેક વાચકને પોતે વાંચે એ પુસ્તક-લેખ વિશે પોતાને ગમે એ વખાણ-ટીકા કહેવાનો હક્ક છે એવા મતલબનું આ (સનાતન સત્ય) વિધાન મેઘાણીએ 1945માં લખ્યું હતું.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

જાફરાબાદ – રંગીન મકાનોનું નગર

જાફરાબાદની બે શેરી (નાના ઊંચાણિયા, મોટા ઊંચાણિયા) કલાત્મક અને કલરફૂલ મકાનોનો વારસો જાળવીને ઉભી છે. વિકાસના નામે હજુ સુધી એ મકાનો તોડી પાડીને વિસ્તાર રિનોવેટ કરી નથી દેવાયો. એ માટે જાફરાબાદના રહેવાસીઓ ધન્યવાદને પાત્ર છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ડોન : ગુજરાતના સૌથી ઊંચા ગામની સફર

ડોનનું મહત્ત્વ ખાસ તો ચોમાસા વખતે વધી જાય છે. ચોમસામાં ડોનના છેવાડે એક ધોધ પડવો શરૃ થાય છે. પહાડીમાંથી કામચલાઉ ધારા વહી નીકળે છે. એ ધોધને કારણે ડોનની લોકપ્રિયતામાં છેલ્લા થોડાક વર્ષથી જબ્બર ઉછાળો આવ્યો છે. સાપુતારા કરતા કંઈક અલગ જોવા સફર કરવા ઈચ્છતા લોકો ડોન તરફ નીકળી પડે છે.

Read More
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા

ભરતવન-સીતાવન : નીલ ગગન સે ભી પરે હૈ…

વળાંકદાર વેલાઓ તમારા માથા સાથે ન ભટકાય એનું ધ્યાન રાખીને તમારે આગળ વધવાનું છે. ક્યાંય સીધો સપાટ રસ્તો હોવાનો તો સવાલ નથી. દસેક ફીટથી વધારે દૂર ન દેખાય એવા વળાંકો છે તો વળી પંદર-પચીસ ફીટના ઉતરાણ અને એવા જ ચઢાણ પણ આવે છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

દુબઈ ભાગ 4 – રણમાં ઉગેલી મોંઘેરી અમિરાત

જોવાની વાત એ છે કે હજુ અડધી-પોણી સદી પહેલા રણના એ રેતાળ પ્રદેશ તરફ નજર કરવા કોઈ તૈયાર ન હતું. આજે ત્યાંથી દુનિયાની નજર હટી શકે એમ નથી. કંઈ ન હોય ત્યાં બધુ જ કેમ સર્જી શકાય, શૂન્યમાંથી સર્જન કોને કહેવાય તેનું દુબઈથી મોટું ઉદાહરણ મળવું મુશ્કેલ છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

દુબઈ ભાગ 3 – કૃત્રિમ બાંધકામોની કમાલ નગરી

દુબઈ પાસે જમીન મર્યાદિત છે. ત્યાંના શાસકોએ ભવિષ્યની જરૃરિયાતને પહોંચી વળવા માટે દરિયા કાંઠે પૂરાણ શરૂ કરી એક પછી એક બાંધકામ ખડકી દીધા. એટલેથી પણ વાત પૂરી ન થઈ એટલે કદાવર કૃત્રિમ ટાપુ બનાવી નાખ્યો. એ ટાપુ આજે ‘પામ જુમૈરાહ’ તરીકે ઓળખાય છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

દુબઈ ભાગ 2 – બુર્જ ખલિફા અને ધ ગ્રાન્ડ મોલ

મકાન દેખીતા તો ઊંચુ લાગે પણ અહીં તેનો અનુભવ કરવા માટે બીજી પણ એક રીતે છે. ટાવરની મુલાકાત વખતે થર્મોમિટર હાથવગું રાખવુ જોઈએ. ગ્રાઉન્ડ ફ્લોર પર જેટલું તાપમાન નોંધાશે તેના કરતા ટોચ પર પહોંચ્યા પછી અંદાજે 6 ડીગ્રી તાપમાન ઓછુ જોવા મળશે. ઊંચાઈ વધતી જાય એમ તાપમાન ઘટતું જાય એ વિજ્ઞાનનો સિદ્ધાંત અહીં બહુ સહેલાઈથી અનુભવી શકાય છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

દુબઈ : ભાગ 1 – સિટિ ઓફ સુપરલેટિવ્સ!

આ બધી શ્રેષ્ઠતાઓને કારણે દુબઈને ‘સિટિ ઓફ સુપરલેટિવ’ ઉપનામ મળ્યું છે. દુબઈની વસતી 27 લાખ છે, પણ વર્ષે પ્રવાસી આવે એનો આંકડો 1.6 કરોડ થાય છે. એ પ્રવાસીઓમાં આપણે શામેલ થઈએ તો દુબઈમાં શું શું જોવા-માણવા-અનુભવવા જેવું છે?

Read More