ગોટ વિલેજ : ઉતરાખંડના પહાડી શાક અને ગુજરાતની ભાખરીનો સંગમ
- waeaknzw
- October 26, 2019
અમારી સાથે નાની ચાર વર્ષની અમારી ધ્યાની પણ હતી. તેને અહીંની ખાદ્ય સામગ્રી સ્વાભાવિક રીતે ભાવતી ન હતી, એટલે એ કચકચ કરતી હતી. એ જોઈને રૃચીદેવીએ કહ્યું કે તમે રસોડામાં જઈને જે બનાવવું હોય એ બનાવી શકો છો. હું રસોડામાં ગઈ, ત્યાં બે સ્થાનિક યુવતીઓ કામ કરતી હતી. તેની સાથે તુરંત મૈત્રી થઈ ગઈ. પહાડી ધાન્યની રોટલી, શાક વગેરે બનતાં હતાં. એમણે પૂછ્યું કે તમારે ત્યાં શું બને? મેં પણ વિવિધ ચીજો ગણાવી. એમણે કહ્યું કે તમે અત્યારે કંઈ બનાવી શકો?
Read Moreએવોર્ડ મળે એનો આનંદ કોને ન થાય?
- waeaknzw
- October 18, 2019
‘મીડિયા વેલ્ફેર ટ્રસ્ટ’ દ્વારા દર બે વર્ષે ગુજરાતી પત્રકારોને વિવિધ કેટગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. 2017માં આ એવોર્ડની શરૃઆત થઈ. 2019માં એવોર્ડનો બીજો પ્રસંગ હતો. અગાઉ જ્યારે એવોર્ડના નોમિનેશનની જાહેરાત થઈ ત્યારે મેં ફોર્મ ભર્યું હતું. બીજા ઘણા મિત્રોને પણ ફોર્મ ભરવા વિગતો મોકલી હતી. એ વાતને તો ઘણો સમય થયા પછી એવોર્ડ અને ટ્રસ્ટના […]
Read Moreડિફેન્સ કોરસપોન્ડન્ટ કોર્સ – સંરક્ષણની સફરે લઈ જતું શિક્ષણ
- waeaknzw
- October 1, 2019
આ વખતના 32 પત્રકારોની ટીમમાં ગુજરાતમાંથી ચાર પસંદ થયા હતા અને એમાં એક હું પણ હતો. આ કોર્સનો મુળ ઉદ્દેશ સંરક્ષણ વિશે લખનારા પત્રકારો સંરક્ષણના વિવિધ પાસાંને સારી રીતે જાણી શકે અને તેથી ભવિષ્યમાં સારી રીતે લખી શકે એવો છે. પત્રકારત્વના વિવિધ વિષયમાં સંરક્ષણ થોડો અલગ વિષય છે કેમ કે તેમાં માહિતી હોય તો પણ દર વખતે લખવાની નથી હોતી.
Read More