ડાંગના મુખ્ય આકર્ષણોમાં ગીરાધોધનો સમાવેશ થાય છે. વઘઈ નજીક આંબાપાડા ગામ પાસે આવેલો ગીરાધોધ ગુજરાતના નાયગ્રા ધોધ તરીકે ઓળખાય છે. કેમ કે તેનો દેખાવ અમેરિકા-કેનેડાના જગવિખ્યાત ધોધ Niagara Falls જેવો છે. ત્યાં જતા પ્રવાસીઓને હવે ખાણી-પીણીની સુવિધા મળી રહેશે. કેમ કે સરકારે ત્યાં 32 દુકાનો શરૃ કરી દીધી છે.
વન વિસ્તારમાં પ્રવાસે આવતા પ્રવાસીઓને વન જતન અને સંવર્ધનના કાર્ય માટે પ્રોત્સાહિત કરવા સાથે સમગ્ર ડાંગ જિલ્લાને વન વિભાગે ‘નો પ્લાસ્ટિક ઝોન’ જાહેર કર્યો છે ત્યારે અહીંના પર્યાવરણને કોઈ નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખવી પણ જરૃરી છે. આ ધોધનું નામ ગીરા નદી પરથી પડ્યું છે. ધોધ મૂળભૂત રીતે કમાનાકાર છે, જે ચોમાસામાં ખીલી ઉઠે છે.