એર ઈન્ડિયા તેની ભારતીય પરંપરા માટે જાણીતી એરલાઈન્સ છે. જ્યારે દુનિયા મહામારી દરમિયાન ભારતીયોને નમસ્તે કરવાનું શીખી હતી, ત્યારે આ આધ્યાત્મિક સ્તરે અપીલ ધરાવે છે, જે એર ઇન્ડિયાની હાર્દરૂપ વેલ્યુ સિસ્ટમ છે. નમસ્તે બાળપણની ખુશનુમા યાદોને તાજી કરે છે, કારણ કે આપણા માતાપિતાઓએ વડીલોને સન્માન આપવા શીખવેલો જીવનનો આ પ્રથમ બોધપાઠ છે.
પોતાના ભારતીય મૂલ્યોમાં મૂળિયા અને ભવ્ય ભૂતકાળના પ્રતીક સાથે મહારાજા એના મહેમાનો કે પ્રવાસીઓને આવકારવા ફરી એક વાર ભારતીય આવકારવાની પરંપરાગત રીત નમસ્તે કરે છે, જે તમામ સંસ્કૃતિઓ અને સભ્યતાઓમાં દરરોજ પોતાના ગ્રાહકોને આવકારવાની વિશિષ્ટ અને હૃદયપૂર્વકની ચેષ્ટા છે.
મહારાજા નમસ્તેના વિશિષ્ટ એમ્બેસેડર રહ્યાં છે તથા એર ઇન્ડિયાને આપણા તમામ એરપોર્ટ પર મહેમાનો-પ્રવાસીઓને ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ આવકારવાની ખુશી છે.
એરલાઇનનો ગ્રાઉન્ડ્સ સ્ટાફ હાસ્ય અને નમસ્તે સાથે તમને ઉષ્માપૂર્વક આવકારવા આતુર છે, તમારી આગામી ફ્લાઇટમાં તમને અને તમારા પરિવારજનોને ખુશનુમા સફરની શુભેચ્છા આપવા રાહ જોઈ રહ્યો છે.