પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભુજ-બાંદ્રા ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ પૂજા સ્પેશિયલ ટ્રેનની એક-એક ટ્રીપ (વિશેષ ભાડા પર) દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ-
ટ્રેન નંબર 09416 ભુજ – બાંદ્રા ટર્મિનસ પૂજા વિશેષ ટ્રેન (એક ટ્રીપ)
ટ્રેન નંબર 09416 ભુજ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 03 ઓક્ટોબર 2022 (સોમવાર) ના રોજ ભુજથી 13.30 કલાકે ઉપડી 19.45 કલાકે અમદાવાદ પહોંચશે અને બીજા દિવસે 04.40 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન ગાંધીધામ, સામખિયાળી, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09043 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ પૂજા સ્પેશિયલ ટ્રેન (એક ટ્રીપ)
ટ્રેન નંબર 09043 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ સ્પેશિયલ 04 ઓક્ટોબર 2022 (મંગળવાર) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 21.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 05.05 કલાકે અમદાવાદ પહોંચશે.માર્ગમાં આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે
ટ્રેન નંબર 09416 અને 09043 નં બુકિંગ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ચાલુ છે..
ટ્રેનોના સ્ટોપેજ અને સંરચનાની વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.