અમદાવાદમાં ચોથી જિંજર હોટેલ શરૃ થઈ

ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની (આઇએચસીએલ)એ આજે અમદાવાદમાં આરટીઓ સર્કલ પર જિંજરના ઉદ્ઘાટનની જાહેરાત કરી હતી. આ હોટેલ બ્રાન્ડની લીન લક્ઝુરિયસ ડિઝાઇન અને સર્વિસ ફિલોસોફી આસપાસ ડિઝાઇન કરવામાં આવી છે, જે તેના મહેમાનોને વાઇબ્રન્ટ, આધુનિક અને સુવિધાજનક હોસ્પિટાલિટીનો અનુભવ આપશે.

આ પ્રસંગે આઇએચસીએલના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ દીપિકા રાવે કહ્યું હતું કે, “જિંજર અમદાવાદ ખુલવાની સાથે આઇએચસીએલએ શહેરમાં તેની કામગીરીને વધારી છે. અપાર વ્યવસાયિક સંભવિતતા ધરાવતા અને એકથી વધારે માઇક્રો માર્કેટ્સ ધરાવતું અમદાવાદ જિંજર હોટેલ્સ માટે પુષ્કળ તક પૂરી પાડે છે. આ શહેરમાં જિંજરની ચોથી ઓપરેશનલ હોટેલ બનશે.” 

જિંજર અમદાવાદ, આરટીઓ સર્કલ શહેરમાં સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મહાત્મા ગાંધી આશ્રમ, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અને અન્ય મહત્વપૂર્ણ વ્યવસાયિક કેન્દ્રોની સુવિધાજનક સુલભતા ધરાવતા ચાવીરૂપ વાણિજ્યિક કેન્દ્રમાં મોકાના સ્થાને સ્થિત છે. આ હોટેલ 111 રૂમ ધરાવે છે, જેમાં સ્યૂટ, એક ઓલ-ડે ડિનર, મીટિંગ રૂમ અને ફિટનેસ સેન્ટર છે.

અમદાવાદ ગુજરાતનાં વેપારવાણિજ્યની રાજધાની હોવાથી પોતાના સાંસ્કૃતિક સમૃદ્ધ વારસા અને ઇતિહાસ માટે પ્રવાસીઓમાં લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. આ હોટેલના ઉમેરા સાથે આઇએચસીએલ ગુજરાતમાં 19 હોટેલ ધરાવશે, જેમાં ચાર નિર્માણાધિન છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *