આઝાદીના ઈતિહાસમાં ગાંધીજીએ કરેલી દાંડી કૂચ બહુ જાણીતી છે. નવસારી પાસે આવેલા દાંડી ગામે હવે તેનું ભવ્ય જોવા-ફરવા-જાણવા જેવું Dandi Memorial–સ્મારક બનાવ્યું છે.
રીના આર. ખંભાયતા
અંગ્રેજોએ જ્યારે મીઠા પર કર વધાર્યો ત્યારે કંટાળીન ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી છેક દાંડી સુધીની પોણા ચારસો કિલોમીટરની યાત્રા કરી હતી. એ કૂચ જ્યાં પુરી થઈ હતી અને ગાંધીજીએ મીઠું ઉપાડીને કાયદાનો ભંગ કર્યો હતો એ દાંડીમાં હવે તેનું સ્મારક બન્યું છે.
- 1930ની 12મી માર્ચથી 6 એપ્રિલ સુધી દાંડી કૂચ ચાલી હતી. એ કૂચ અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૃ થઈને રસ્તામાં અનેક સ્થળો લેતી કૂચ દાંડી ખાતે પહોંચી હતી. અમદાવાદમાં સાબરમતી આશ્રમ તો સ્મારક તરીકે જાણીતું સ્થળ છે. દાંડી યાત્રા પસાર થઈ હતી એ મહત્વના સ્થળોએ તો દાંડી યાત્રી નિવાસ મકાનો બનાવાયા છે.
- દાંડી મેમોરિયલ 61000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે.
- દાંડી સૈનિકોની સંખ્યા 80 હતી. એ બધા અજાણ્યા ચહેરાઓની શોધ-ખોળ કરી તેમના શિલ્પ બનાવાનું કામ આઈઆઈટી મુંબઈ દ્વારા કરવામાં કરાયું હતું. સમગ્ર પ્રોજેક્ટની ડિઝાઈન પણ આઈઆઈટી મુંબઈ જ તૈયાર કરી છે. આ પ્રકારના શિલ્પો ભારતમાં પહેલી વાર બન્યા છે.
- અહીં 41 સોલાર ટ્રી ઉભા કરાયા છે જે, સૌર ઉર્જા ઉત્પનન કરે છે. ગાંધીજી પર્યાવરણ પ્રેમી અને સંરક્ષક હતા એટલે સમગ્ર પ્રોજેક્ટ ઝીરો કાર્બન આધારીત બનાવાયો છે.
- સમગ્ર દાંડીયાત્રાની સમજણ માટ 24 મ્યુરલ (ભીંત-શીલ્પ) બનાવાયા છે, જેમાં યાત્રાના ઇમ્પોર્ટન્ટ પ્રસંગો દર્શાવાયા છે.
મહત્વની વિગત
– સમય – સવારે 11થી સાંજના 7 સુધી
– પ્રવેશ ફી- 20 રૃપિયા, બાળકો માટે 10 રૃપિયા, પરદેશી માટે 100 રૃપિયા, આ ચૂકવણી ગૂગલ પે દ્વારા કરવાની પણ સુવિધા છે.
-પાંચ વર્ષથી નાના બાળકોને પ્રવેશ મફત
-અંદર ખાવા-પીવાની સામગ્રી લઈ જવાની મનાઈ છે.
-દર મંગળવારે સ્મારક બંધ રહેશે.
- ગાંધીજીનું 15 ફૂટ ઊંચું તાબાંનું શિલ્પ ઉભું કરાયું છે. સદાશીવ સાઠે એ મુંબઈમાં શિલ્પ તૈયાર કર્યું હતું. ત્યાં શિલ્પ 6 પીસમાં બનાવાયું હતું અને દાંડી લાવી એસેમ્બલ કરાયું હતું.
- 130 ફીટ ઊંચો એ આકાર બનાવયાયો છે, જેની ટોચ પર મીઠાંનો કણ મુકાયો છે.
- દાંડી યાત્રા મીઠાંના કાયદાના ભંગ માટે હતી. માટે અહીં આવનારા પ્રવાસીઓ પોતાની રીતે મીઠું પકવી શકે એ માટે ઈલેક્ટ્રિક ચુલા રખાયા છે.
- દાંડીનું મેમોરિયલ પહેલું નથી. અગાઉ સૈફી વિલા નામના મકાનમાં મેમોરિયલ હતું જ. ગાંધીજી દાંડી પહોંચ્યા પછી અહીંના અગ્રણી સૈફુદ્દીને મકાન સોંપી દીધું હતું. એ મકાન અસલ
- મેમોરિયલ છે જયાં ગાંધીજી રોકાયા હતા. એ મકાન ખાસ જોવું જોઈએ.
- દાંડી માર્ચ દુનિયામાં પોપ્યુલર થઈ હતી. તેનું સ્મારક જોવા દુનિયાભરમાંથી પ્રવાસી આવે છે. આ સ્મારક ખરા અર્થમાં વૈશ્વિક લેવલનું છે.
Khoob gamyu khoob janava maleche