Chardham Yatra : ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ જવા માટેની તમામ વિગતો

chardham-yatra-uttarakhand

બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી જવું હોય તો તૈયારી કરી લો.. કપાટ ખુલવાની તારીખો આવી ગઈ છે

ચાર ધામ યાત્રાનું હિન્દુઓમાં અનોખું મહત્વ છે. ઉત્તરાખંડમાં ઊંચાઈ પર અને દુર્ગમ સ્થળોએ આવેલા હોવાથી ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ આખુ વર્ષ જઈ શકાતું નથી. હવે તેના પ્રવાસની તારીખો જાહેર થઈ ગઈ છે.

ઉત્તરાખંડમાં હિમાલયની ઊંચાઈ પર આવેલા ચાર ધામ બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીની યાત્રા હવે શરૃ થવાની તૈયારીમાં છે. આ સાથે શીખોના પવિત્ર સ્થળ હેમકુંડ સાહિબનો પ્રવાસ પણ શરૃ થશે.

ક્યારે કોના કપાટ ખુલશે?

  • ગંગોત્રી – ૩ મે
  • યમનોત્રી – ૩ મે
  • કેદારનાથ – ૬ મે
  • બદ્રીનાથ -૮ મે
  • હેમકુંડ  સાહિબ – 22 મે
  • આ યાત્રા વિષમ વાતાવરણ-પર્યાવરણમાં થતી હોવાથી તેની નોંધણી ફરજિયાત છે. આ નોંધણી registrationandtouristcare.uk.gov.in પર જઈને કરી શકાય છે.
  • ઓનલાઈન ન કરવી હોય તો ઉત્તરાખંમાં જઈને પણ વિવિધ સ્થળોએ તેની નોંધણી થઈ શકે છે. પ્રવાસીઓ ઉપરાંત પોતાનું વાહન લઈને જવાનું હોય તો તેની પણ નોંધણી ફરજિયાત છે.

રૃબરૃ નોંધણી કેન્દ્રો

  • હરિદ્વાર (રાહી હોટેલ)
  • બારકોટ
  • ઋષિેકેશ (આઈએસબીટી ગુરુદ્વારા)
  • જાનકીચટ્ટી
  • હિના
  • ઉત્તરકાશી
  • સોનપ્રયાગ
  • પાખી
  • જોશીમઠ
  • ગૌરીકુંડ
  • ગોવિંદ ઘાટ
  • આ રજિસ્ટ્રેશન માટે કોઈ ફી લેવામાં આવતી નથી.
  • ઉત્તરાખંડ ટુરિઝમની વેબસાઈટ મુજબ આ યાત્રાનો ત્યાં પહોંચ્યા પછી વ્યક્તિદીઠ ખર્ચ 18 હજારથી 25 હજાર વચ્ચે આવી શકે છે.
  • પ્રવાસીઓ આ યાત્રા માટે હેલિકોપ્ટર સર્વિસનો પણ લાભ લઈ શકે છે, જેની વિગતો માટે પણ વેબસાઈટ પર આપી છે.
  • પૂજાનું બૂકિંગ, રહેણાંક બૂકિંગ વગેરે વિગતો ઉત્તરાખંડ સરકારે આ વેબસાઈટ પર આપી છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *