જૂનાગઢના નવાબ જ્યાંથી પાકિસ્તાન ભાગ્યા હતા એ કેશોદ એરપોર્ટ ૨૧ વર્ષે ફરી ખુલ્યું

keshod airport

કેશોદનું એરપોર્ટ ૧૨મી માર્ચથી ફરી ખુલ્લું મુકાશે. એરપોર્ટ છે, છતાં પણ સંચાલન ક્ષમતાના અભાવે ૨૧ વર્ષથી બંધ હતું. આ એરપોર્ટ સૌરાષ્ટ્રની મુંબઈ સાથે કનેક્ટિવિટી વધારવા માટે મહત્વનું છે. એ ઉપરાંત ઐતિહાસિક પણ છે. સૌરાષ્ટ્રમાં ઓછા એરપોર્ટ છે, જેમાં કેશોદના એરપોર્ટનો સમાવેશ થાય છે.

  • એરપોર્ટ કોડ – IXK
  • 12મી માર્ચેથી સૌથી પહેલી મુંબઈ-કેશોદ-મુંબઈ ફ્લાઈટ ચાલુ થશે
  • ૨૩મી માર્ચથી કેશોદ-અમદાવાદ ફ્લાઈટ પણ શરૃ થશે
  • વિમાન ૭૨ બેઠકનું નાનું જ હશે
  • અત્યારે એરપોર્ટનું ટર્મિનલ એક સમયે ૭૫ મુસાફરોને હેન્ડલ કરવા સક્ષમ છે
  • એરપોર્ટ પછી જૂનાગઢવાસીઓને મુંબઈ માટે રાજકોટ ધક્કો નહીં ખાવો પડે
  • સાસણ-દીવ-સોમનાથ ફરવાં માંગતા પ્રવાસીઓને ખાસ લાભ મળશે

૧૯૪૭માં જ્યારે ભારત આઝાદ થઈ રહ્યું હતું ત્યારે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે ભળવાનું નક્કી કર્યું હતું. નિર્ણય લેતાં લેવાઈ ગયો પરંતુ જૂનાગઢની જનતાનો રોષ જોતાં નવાબ મહાબતખાન ઉભી પૂંછડીએ પાકિસ્તાન ભાગવું પડ્યું. જ્યાંથી પાકિસ્તાન જવા વિમાન ઉપાડ્યું હતું એ એરપોર્ટ એટલે કેશોદનું એરપોર્ટ અથવા એરોડ્રામ.

હવે દેશમાં હવાઈ કનેક્ટિવિટી વધી રહી છે અને લોકોની જરૃરિયાત પણ વધી રહી છે. ત્યારે નિષ્ક્રિય રહેલા આવા એરપોર્ટ સક્રિય કરવા જરૃરી છે. આમ તો ૨૦૧૮માં જ આ એરપોર્ટ ફરી ચાલુ કરવાની વાત થઈ રહી પણ સરકાર નિર્ણય કરે અને અમલ થાય એમાં કેટલાક વર્ષ તો નીકળી જ જાય!

જેટ એરવેઝ દ્વારા અહીં વિમાનો ઉડાવાતા હતા. ૨૦૦૦ની સાલ આસપાસ એ બંધ થયા હતા કેમ કે પૂરતા મુસાફરો મળતા ન હતા. હજુ પણ મુસાફરો નહીં થાય તો થોડો સમય પછી ફરી એરપોર્ટ નિષ્ક્રિય થઈ શકે છે.

રસપ્રદ વાત એ છે કે નવાબ મહાબત ખાને હજુ ૧૯૪૫માં એરપોર્ટનું બાંધકામ ચાલુ કરાવ્યું હતું. ૧૯૪૭માં એરપોર્ટનું નવાબે પોતે જ ઉદઘાટન કર્યું હતું. એ એરપોર્ટ જ તેમને પોતાના રાજ્યમાંથી પાકિસ્તાન સુધી સલામત પહોંચાડવામાં કામ લાગ્યું. આ એરપોર્ટ સાવ બંધ ન હતું, પરંતુ અહીંથી કમર્શિયલ ફ્લાઈટો ઉડતી ન હતી. હવે એ શરૃ થશે. અત્યાર સુધી જરૃર મુજબ રેસ્ક્યુ ઓપરેશન માટે કે એવી ફ્લાઈટો  ક્યારેક આવતી-જતી હતી.

waeaknzw

Gujarati Travel writer.

One thought on “જૂનાગઢના નવાબ જ્યાંથી પાકિસ્તાન ભાગ્યા હતા એ કેશોદ એરપોર્ટ ૨૧ વર્ષે ફરી ખુલ્યું”

  1. મને યાદ છે ત્યાં સુધી અહીથી વાયુદૂત નાં પ્લેન મુંબઈ આવતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *