Vistadom coach : કાચની છત ધરાવતા ડબ્બામાં સફર કરવા કઈ ટ્રેન પકડવી?

vistadome coaches

ઈન્ડિયન રેલવે દ્વારા ઘણા રૃટ પરની ટ્રેનોમાં વિસ્ટાડોમ કોચ ફીટ કરાયા છે. વિસ્ટાડોમ એ પ્રવાસનો અનોખો અનુભવ છે. ભારતમાં કઈ કઈ ટ્રેનમાં આ સુવિધા ઉપલબ્ધ છે તેની વિગત..

જનરલ માહિતી

  • બધી જ વિસ્ટાડોમ કોચ ધરાવતી ટ્રેનની ટિકિટ www.irctc.co.in પરથી જ બૂક કરાવી શકાય છે.
  • બૂકિંગ વખતે એ યાદ રાખવુ પડે કે ઘણી ટ્રેનના બધા કોચ વિસ્ટાડોમ નહીં હોય. એ માટે એસી ચેર કાર કે એસી એક્ઝિક્યુટીવ કાર સિલેક્ટ કરવી પડે.
  • આ સુવિધાનું ટિકિટ ભાડું પણ રૃટિન કરતા થોડું વધારે હશે.
  • આવા કોચમાં સીટ ડાબે-જમણે ફરી શકે એવી સુવિધાસજ્જ હોય છે. એટલે માત્ર એક જ તરફના દૃશ્યો જોવા મળે એવું નથી. બધી બાજુનો નજારો જોઈ શકાય છે.

વિસ્ટાડોમ એટલે એવા રેલવે કોચ જેમાં સાઈડમાં ખાસ્સી મોટી કાચની બારીઓ અને ઉપર પણ બારીઓ. જેના કારણે પ્રવાસીઓને આસ-પાસનો નજારો જોવાની ભારે મજા પડે. વિસ્ટા એટલે દેખાવ-સુંદરતા અને ડોમ એટલે ઉપરની છત. ઉપરની છત પારદર્શક હોય એવા કોચ. આવી ટ્રેનો જોકે દરેક રૃટ પર ચાલતી નથી. પરંતુ કેટલાક સ્થળોએ જતી વખતે રસ્તાનો નજારો માણવા જેવો હોય છે. માટે ભારતીય રેલવેએ એવા રૃટમાં ચાલતી ટ્રેનોમાં વિસ્ટાડોમ કોચ દાખલ કર્યા છે. તેના કારણે પ્રવાસીઓની મજા વધી જાય છે.

આ પ્રકારના પારદર્શક કોચ અત્યાર સુધી યશ ચોપરાની બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળતા હતા. હવે પ્રવાસીઓ ભારતમાં જ વિવિધ સ્થળોએ વિસ્ટાડોમમાં પ્રવાસ કરી શકે છે. કોચમાં ઉપર કાચ ઉપરાંત બીજી આધુનિક સુવિધાઓ છે, જે અમુક કલાક સુધી ચાલનારી સફરને કંટાળામુક્ત બનાવી શકે છે.

ભારતની આવી કેટલીક ટ્રેનના રૃટ અહીં આપ્યા છે..

અમદાવાદ-કેવડિયા

મંઝિલમાં મજા હોય એના કરતા મુસાફરીમાં વધુ મજા હોય.. કેટલાક પ્રવાસન સ્થળો માટે આ વાક્ય લાગુ પડે છે. કેમ કે ત્યાં જઈને મજા આવે, પરંતુ રસ્તામાંય બહુ મજા આવે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનારા પ્રવાસીઓને સરદાર પટેલની પ્રતિમા જોઈને તો મજા આવે જ, પણ ત્યાં સુધી જવામાંય મજા આવે એવી સુવિધા ભારતીય રેલવેએ આરંભી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી  કુલ 8 ટ્રેન શરૃ કરવામાં આવી છે. આ ટ્રેનો ભારતના વિવિધ ભાગોમાંથી આવશે. એ પૈકીની એક ટ્રેન અમદાવાદ-કેવડિયા છે, જેમાં વિસ્ટાડોમ કોચ ફીટ કરાયા છે.

  • ટ્રેન- 20947/Ahmedabad – Ekta Nagar (Kevadiya) Jan Shatabdi Express
  • અંતર – 184 કિલોમીટર
  • સમય – 2 કલાક, 45 મિનિટ
  • રૃટ – અમદાવાદ, વડોદરા, ડભોઈ, એકતા નગર (કેવડિયા)
  • ટિકિટ – 120 રૃપિયાથી 1030 સુધીની ટિકિટ છે, વિવિધ ચાર ક્લાસમાં.

કાલકા-શિમલા

કાલકા-શિમલા વચ્ચે ચાલતી મીની-ટોય ટ્રેન તો પહેલેથી પ્રવાસીઓમાં પોપ્યુલર છે. એમાં હવે વિસ્ટાડોમ કોચ ઉમેરાયા છે. આ રૃટ પર મોટો ફાયદો એ છે કે હિમાલયના સૌંદર્ય ઉપરાંત શિયાળામાં બરફવર્ષા પણ જોવા મળે છે. કાલકા-શિમલા પર આ ખાસ ટ્રેન શરૃ કરાઈ છે, જે વચ્ચે એક જ સ્થળે ઉભી રહે છે.

  • ટ્રેન – 52459/Him Darshan Express
  • અંતર – 94 કિલોમીટર
  • સમય – 6 કલાક
  • ટિકિટ-630 રૃપિયા

મુંબઈ-મડગાંવ

મુંબઈથી ગોવાના મડગાંવ જતી જનશતાબ્દી ટ્રેનમાં આવા કોચ ફીટ કરાયા છે. મુંબઈથી ગોવા જતી ટ્રેનો વેસ્ટર્ન ઘાટમાંથી પસાર થાય છે. કોંકણ રેલવેનો આ રૃટ તેના અપ્રિતમ સૌંદર્ય માટે જગતભરમાં જાણીતો છે. સામાન્ય ટ્રેનમાંથી પસાર થતી વખતે પણ કોંકણ પંથકનો રૃટ જોયા જ કરવો ગમે. એ રૃટ પર આ સુવિધા ઉમેરાઈ એ બહુ મોટો ફાયદો છે.

  • ટ્રેન – 12051/Mumbai CSMT – Madgaon Jan Shatabdi Express (PT)
  • અંતર – 572 કિલોમીટર
  • સમય – 8 કલાક, 50 મીનિટ

વિશાખાપટ્ટનમ – અરકુ

ભારતમાં વિસ્ટાડોમ કોચની શરૃઆત 2017માં થઈ. દક્ષિણ ભારતના વિશાખાપટન્નમથી અરકુ વચ્ચે ટ્રેન શરૃ કરાઈ જેમાં પ્રથમવાર વિસ્ટાડોમ ડબ્બા ફીટ થયા હતા. ટ્રેનના એસી ક્લાસમાં બારી મોટી હોય છતાં પણ અંદર થોડું સોફોકેટિવ વાતાવરણ લાગે. વિસ્ટાડોમ એ સમસ્યાનું પણ સમાધાન છે.

  • અંતર- 300 કિલોમીટર
  • સફરનો સમય – 14 કલાક
  • ટ્રેન – 18551 Visakhapatnam-Kirandul express

તીનસુખિયા-નાહરલગુન

આસામના તીનસુખિયાથી ઉપડીને અરૃણાચલના નાહરલગુન જતી સવા બસ્સો કિલોમીટરની ટ્રેન સફરમાં ઘણુ સૌંદર્ય જોવા જેવુ છે. આ ટ્રેન 6 કલાકની સફરમાં 8 જગ્યાએ રોકાય છે. પ્રવાસીઓ સારી રીતે સૌંદર્ય માણી શકે એટલા માટે 38 કિલોમીટરની એવરેજ સ્પીડ જાળવે છે.

આ રૃટ પર કુલ બે ટ્રેન છે, જેમા આવી સુવિધા છે.

  1. Train number 12087/88 Naharlagun-Guwahati-Naharlagun
  2. 15907/08Tinsukia – Naharlagun Vistadome Express

ન્યૂ જલપાઈગુડી-અલિપુરદુર

દાર્જીલિંગ, સિક્કીમ, ઉત્તર બંગાળ વગેરે સ્થળોના પ્રવાસ માટે ન્યૂ જલપાઈગુડી મહત્વનું રેલવે સ્ટેશન છે. ત્યાંથી ઉપડીને પૂર્વમાં આવેલા અલિપુરદુર સુધી આ ટ્રેન જાય છે. એ દરમિયાન ગાડી ઉત્તર બંગાળના અતી સમૃદ્ધ ડુઅર્સના જંગલો, જલદાપારા નેશનલ પાર્ક, બક્ષા ટાઈગર રિઝર્વ, ચાના બગીચા, તીસ્તા નદી, મહાનંદા જંગલ, હિમાલયનો તરાઈ વિસ્તાર..માંથી પસાર થાય છે. એટલે એ પોણા છ કલાકની સફર યાદગાર બને એમાં નવાઈ નથી.

  • ટ્રેન 05777/78New Jalpaiguri – Alipur Duar Tourist Special
  • અંતર- 168 કિલોમીટર
  • સમય – 5 કલાક, 40 મીનિટ

મુંબઈ-પુના

મુંબઈથી પુના જતી વખતે રસ્તામાં વેસ્ટર્ન ઘાટના ઊંચા શીખરોમાંથી પસાર થવું પડે છે. એ આકરો રસ્તો એન્જીનિયરિંગની કમાલ છે, તો સાથે સાથે શીખર, ખીણ, ધોધ, ટનલ, પુલ વગેરે જોવા જેવી સીન-સિનેરી પણ છે.

  • ટ્રેન 1. 02123/02124 Deccan Queen Superfast Express
  • અંતર – 190 કિલોમીટર
  • સમય – 3 કલાક, 15 મીનિટ
  • 2. 01007/01008 CSMT Mumbai – Pune – CSMT
  • અંતર -190 કિલોમીટર
  • સમય – 4 કલાક

યશવંતપુર-મેંગાલુરુ

યશવંતપુર એ બેંગલોરનું મહત્વનું રેલવે સ્ટેશન છે. ત્યાંથી આ ઉપડીને આ ગાડી છેક કારવાર સુધી જાય છે. પરંતુ 360 કિલોમીટર દૂર મેંગલોર સુધી વિસ્ટાડોમની સગવડ ઉભી કરાઈ છે.

  • ટ્રેન – 1. The Yesvantpur-Mangaluru Jn-Yesvantpur Express Special (06575/06576)
  • 2. The Mangaluru Junction (Jn)- Yesvantpur Express Train (06540/06539)
  • 3. The Yesvantpur-Karwar tri-weekly special (06211/06212)
  • અંતર – 357 કિલોમીટર
  • સમય – 9 કલાક, 40 મીનિટ

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *