પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગ પૂરી કરવા અમદાવાદ અને કરમાલી વચ્ચે વિશેષ ભાડા પર હોળીના તહેવાર માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-
· ટ્રેન નંબર 09412/09411 અમદાવાદ – કરમાલી સ્પેશિયલ [2 ટ્રીપ]
ન નંબર 09412 અમદાવાદ-કરમાલી સ્પેશિયલ મંગળવાર, 07 માર્ચ, 2023 ના રોજ અમદાવાદ થી 09.30 વાગ્યે પ્રસ્થાન કર બીજા દિવસે 04.25 વાગ્યે કરમાલી પહોંચશે. એજ રીતે ટ્રેન નંબર 09411 કરમાલી-અમદાવાદ સ્પેશિયલ કરમાલી થી બુધવાર, 08 માર્ચ, 2023 ના રોજ 09.20 વાગ્યે પ્રસ્થાન તે બીજા દિવસે 07.00 કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં વડોદરા, સુરત, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, ખેડ, ચિપલુન, સાવરદા, અરવલી રોડ, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, અદાવલી, વિલાવડે, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, નંદગાંવ રોડ, કનકવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ અને થિવીમ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 09412 નું બુકિંગ 26 ફેબ્રુઆરી, 2023 થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનો ની સંચાલન સમય, વ્યવસ્થા અને બંધારણ થી સંબંધિત વિગતવાર જાણકારી ના માટે પેસેન્જર www.enquiry.indianrail.gov.in પર જઈને નિરીક્ષણ કરી શકે છે.