નમામી વેલનેસ એન્ડ હેલ્થ એડ્યુ પ્રાઇવેટ લિમિટેડ વિકસતી હેલ્થકેર અને હોસ્પિટાલિટી કંપની છે. કંપનીએ કેરળમાં એર્નાકુલમમાં પેરિયાર નદીના કિનારા પર એનું ભવિષ્યલક્ષી વેલનેસ સેન્ટર નમામી હેલ્થ રીટ્રિટ એન્ડ વેલનેસ સેન્કચ્યુઅરી પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. જ્યારે આ રીટ્રિટ યોગા, આયુર્વેદ અને પૂરક વૈકલ્પિક દવાના પ્રાચીન વિજ્ઞાન દ્વારા વેલનેસ અને હેલ્થમાં જાણકારી અને સેવાઓ પ્રદાન કરશે, ત્યારે સરેરાશ આયુષ્ય વધારવા સર્વાંગી 360-ડિગ્રી અભિગમ પ્રદાન કરવા સંકલિત વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે.
નમામી હેલ્થએ આયુર્વેદ, નેચરોપેથી, યોગા, એક્યુપંક્ચર અને ફિટનેસમાં સર્ટિફાઇડ નિષ્ણાતોને બોર્ડ પર લાવવા ધ યોગા ઇન્સ્ટિટ્યૂટ, પીએનએનએમ આયુર્વેદ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, લેક્સી હેલ્થ અને ડો. શેટ્ટીસ એસ્થેટિક્સ જેવી વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે જોડાણ કર્યું છે. નમામીનો અભિગમ ટેસ્લા ફોર્મર, પોલોજેન મેક્સિમસ અને મેડિફેશિયલ સાથે અદ્યતન ફેસ અને બોડી કન્ટૂરિંગ સારવારો પ્રદાન કરીને એડવાન્સ્ડ એસ્થેટિક્સના ક્ષેત્રમાં કુશળતા મેળવવાનો છે. આ પૂરક વૈકલ્પિક દવા, નમામી સંકલિત પદ્ધતિઓ અને હેલ્થ ટેકનોલોજી હેઠળ વિવિધ સારવારો અને અનુભવો પણ પ્રદાન કરે છે. આધુનિક વિજ્ઞાન અને અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ નમામીની ટીમ વિવિધ ‘વેલનેસ ફોર્મ્યુલા’ ઓફર કરે છે, જે મહેમાનોની જરૂરિયાતો અને આવશ્યકતાઓને ધ્યાનમાં રાખે છે.
આ લોંચ પર નમામી વેલનેસ એન્ડ હેલ્થ એડ્યુના સ્થાપક અને ડિરેક્ટર શ્રી વિક્રમ વિશ્વનાથે કહ્યું હતું કે, “નમામી હેલ્થ રીટ્રિટ એન્ડ વેલનેસ સેન્ક્ચ્યુઅરી બંને પ્રકારની દુનિયાઓની શ્રેષ્ઠ બાબતો પ્રદાન કરવા બનાવવામાં આવી છે તથા ઉપચાર સાથે સંબંધિત પ્રાચીન કે પરંપરાગત જ્ઞાનને આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સમન્વય કરવા એક સાતત્યપૂર્ણ મંચ ઊભો કરે છે. તમામ માટે સુખી અને સ્વસ્થ જીવન જીવવા તરફ દોરી જવાના ઉદ્દેશ સાથે અમારી રીટ્રિટ રોજિંદા વેલનેસ રીટ્રિટથી વિશેષ છે તથા શ્રેષ્ઠ ઉપચારો, અસરકારક દવા, ઓપરેશન પછી સારસંભાળ, સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ, પ્રવૃત્તિઓ અને પ્રકૃતિ અને લક્ઝરીના ખોળે વ્યૂહાત્મક જોડાણ દ્વારા રહેણાકનું કાળજીપૂર્વક તૈયાર કરેલું પેકેજ છે.”
બાળકો સાથે પરિવારો માટે રીટ્રિટ બાળકને ગમ્મત સાથે જ્ઞાનની કુશળતાઓ અને રચનાત્મકતા વધારવામાં મદદરૂપ થાય એવી અનેક મનોરંજક પ્રવૃત્તિઓ ધરાવે છે. વિવિધ ઇનડોર અને આઉટડોર એક્ટિવિટી દરેક બાળકના રસ અને કલ્પનાને જોડવા વિચારપૂર્વક ઊભી કરેલી છે. ડિજિટલ ડિટોક્સ પર કેન્દ્રિત આ રીટ્રિટ ફ્લેમલેસ કૂકિંગ (ધુમાડા વિના રાંધણ પ્રક્રિયા), જંગલ જીમ, બાળકો સાથે યોગા વગેરે જેવી પ્રવૃત્તિઓમાં જોડે છે. અહીં એકત્ર થનાર પરિવારો બટરફ્લાય ગાર્ડન અને પક્ષી જોવાની, પ્રકૃતિ સાથે જીવવાની, ટ્રેકિંગ કરવાની અને ટ્રેલિંગની મજા માણી શકે છે.
રિસોર્ટ 79 રૂમ અને વિલા, વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓનો અનુભવ, કાળજીપૂર્વક તૈયાર કરેલી મનોરંજન માટેની જગ્યાઓ અને સ્વસ્થ જીવનશૈલી માટે સર્વાંગી અભિગમ ઓફર કરશે. અદ્યતન ઇન્ટેરિઅર્સમાં સ્થાપત્ય, નિર્માણ અને સુથારીકામના પરંપરાગત સિદ્ધાંતો પર આધારિત સ્થાનિક રહેણીકરણીનો અનુભવ મળશે. કેરળના હરિયાળા જંગલોમાં નમામી હેલ્થ રીટ્રિટ સ્વસ્થ જીવનશૈલી માટે દરેક માટે શાંતિદાયક વાતાવરણ પૂરું પાડશે.