પ્રયાગરાજમાં જોવા જેવું, ખાવા જેવું અને રહેવા જેવું…

ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રયાગરાજ (ઈલાહાબાદ)માં વર્ષે લાખો પ્રવાસીઓ ગંગા-યમુના-રસસ્વતીમાં ડુબકી મારવા આવે છે. ત્યાં જોવા જેવા સ્થળોની ટૂંકમાં માહિતી

૧. ત્રિવેણી સંગમ    

ઈલાહાબાદ હવે પ્રયાગરાજ નામે ઓળખાય છે. ગંગા-યમુના-સરસ્વતી ત્રણ નદીઓ ત્યાં એકથી થાય છે. એ ત્રિવેણી સંગમ હિન્દુ ધર્મ માટે બહુ મહત્વનું સ્થળ છે. સંગમ સુધી પહોંચવા માટે હોડીની સફર અનિવાર્ય છે. વળી આપણને જે જગ્યા ત્રિવેણી સંગમના નામે બતાવવામાં આવે ત્યાં પાણી ગોઠણથી કમર સુધી મેનેજ કરી રાખવામાં આવ્યુ છે. માટે એ સિવાય કોઈ જગ્યાએ પ્રવાસીઓ સ્નાન ન કરી શકે. પ્રવાસીઓને નક્કી થયેલી હોડીમા જ ત્યાં સુધી જવાનું હોય છે. મોટું ગ્રૂપ હોય તો આખી હોડી ભાડે કરવી સરળ પડે. દર બાર વર્ષે અહીં મહાકુંભ મેળો યોજાય છે જે જગતના સૌથી મોટા ધાર્મિક મેળાવડામાં સ્થાન પામે છે.

  • ત્રિવેણી સંગમમાં ન્હાવાની બરાબર મજા લેવી હોય તો અડધો દિવસનો સમય અને ચેન્જ માટે કપડાં સહિતની સામગ્રી સાથે રાખવી જોઈએ.
  • પ્રયાગરાજ કિલ્લો, ખુશરો બાગ, ઈલાહાબાદ મ્યુઝિયમ, ઓલ સેન્ટ્સ કેથેડ્રલ વગેરે અન્ય જોવા જેવાં સ્થળો છે. કિલ્લો ત્રિવેણી સંગમ પાસે જ આવેલો છે.

2. અલાહાબાદ ફોર્ટ

ત્રિવેણી સંગમની બાજુમાં જ એક ઐતિહાસિક કિલ્લો જોવા મળે છે. એ કિલ્લો એટલે અકબરયુગનો અલાહાબાદ ફોર્ટ. કિલ્લો ફરતી વખતે ઘણુ ચાલવુ, ચડવું-ઉતરવું પડે. એટલે કિલ્લો જોયા પછી ત્રિવેણી સંગમ જવાય તો ન્હાવાની વધુ મજા આવે. અંદર અક્ષયવટ નામનું એક ધાર્મિક મહત્વ ધરાવતું વડલાનું વૃક્ષ છે. બીજુ ઘણુ બધુ છે. અકબરે બાંધેલો સૌથી મોટો કિલ્લો છે

  • સમય : સવારના ૭થી સાંજે ૬
  • બાંધકામ વર્ષ : ૧૫૬૮

3. આનંદ ભવન

મોતીલાલ નહેરુએ બંધાવેલું અને જવાહરલાલ તથા ઈન્દિરા ગાંધીનો જ્યાં જન્મ થયો એ ‘આનંદ ભવન’ આઝાદીના ઈતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. જવાહરલાલના મોટા ભાઈ મોતિલાલ નહેરુએ આ મહેલાત જેવુ રજવાડી મકાન ૧૯૦૦ના અરસામાં ખરીદીને તેમાં સુધારા-વધારા કરાવ્યા હતાં. સફેદ પથ્થરો અને વાદળી લક્કડીયા ઝરૃખાથી શોભતુ આ મકાન જોતાં જ ગમી જાય એવુ છે. પ્રયાગરાજમાં એ જોવા જેવું મહત્વનું સ્થળ છે. આઝાદી વખતે કોંગ્રેસની અનેક બેઠકો અહીં ભરાતી હતી. ગાંધીજીનો ખંડ, નહેરુનો ખંડ, ઈન્દિરા ગાંધીનો ખંડ, જ્યાં બેઠક ભરાતી હતી એ ખંડ વગેરે સાચવી રખાયા છે. આ મકાનને પ્રસિદ્ધિ ૧૮૮૫માં અહીં ભરાયેલા કોંગ્રેસના અધિવેશનને કારણે મળી હતી. એટલે જ અહીંના પ્રવેશ દ્વારે મુકેલા લેખમાં નોંધ્યુ છે, ‘આ મકાન ઈંટ-પથ્થરના ઢાંચાથી ઘણુ વધારે છે. આ મકાનનો આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે ગાઢ નાતો છે, આની ચાર દિવાલો વચ્ચે અનેક મહાન નિર્ણયો લેવાયા છે અને તેની અંદર અનેક શકવર્તી ઘટનાઓ બની હતી.’

નહેરુ પરિવારનું પૈતૃક આ મકાન હવે મ્યુઝિયમ છે. પણ આ મકાન રાષ્ટ્રને અર્પણ કરવાનો નિર્ણય ગુજરાતમાં લેવાયો હતો. ૧૯૩૦માં દાંડીકૂચ આદરી એ વખતે શિર્ષસ્થ નેતાગીરી તક મળે ત્યારે કૂચની મુલાકાતે આવતી હતી. ૧૯૩૦ની ૨૨મી માર્ચે કૂચ આગળ વધતી વધતી ભરૃચ પાસેના જંબુસર-આમોદ ખાતે પહોંચી હતી. અહીં બાપોરનો વિરામ લેવાયો હતો. એ વખતે જવાહરલાલ અને મોતિલાલ ગાંધીજીની મુલાકાતે આવી પહોંચ્યા હતાં. બાપોર સુધી ગાંધીજીએ ભાષણ કર્યા પછી તેમના જ આગ્રહથી જવાહરલા અને મોતિલાલે પણ ટૂંકા વ્યાખ્યાનો આપ્યા હતાં. એ પ્રવચન દરમિયાન જ જવાહરલાલ અને ગાંધીજી સાથે સલાહ-મસલત કર્યા પછી આનંદ ભવન રાષ્ટ્રને અર્પણ થશે એમ જાહેર કરવામાં આવ્યુ હતું. એ રીતે આનંદ ભવનને નહેરુ-ગાંધી પરિવારની હવેલી તરીકે રાખવાને બદલે દેશની જનતાને સમર્પિત કરવાના નિર્ણયમાં ગુજરાત નિમિત્ત બન્યુ હતું.

  • ફરવા માટે અંદાજે ૨-૩ કલાક જોઈશે
  • ૫૦ રૃપિયા જેવી ટિકિટ લેવી પડશે
  • સોમવાર અને રજાના દિવસોએ બંધ
  • સમય : ૯-૩૦થી ૫
  • અહીંની લાયબ્રેરીમાં ૭૫૦૦થી વધારે પુસ્તકો છે

4. ખુશરો બાગ

ખુશરો બાગ એ અકબરના સૌથી મોટા દીકરા ખુશરો મિર્ઝા ની કબર છે. તેનું સ્થાપત્ય જોવા જેવુ છે. મોગલ ઈતિહાસમાં રસ હોય તો આ જગ્યા બહુ કામની છે. આમ તો કબર છે, પરંતુ આસપાસ બાગ-બગીચા વગેરેને કારણે બાંધકામ આકર્ષક લાગે છે. ખુશરોનું માત્ર ૩૪ વર્ષની વયે નિધન થયું હતું.

  • મુલાકાત માટે ૪૫ મીનિટ પુરતી થશે
  • સમય : સવારના ૭થી સાંજના ૭
  • બાંધકામ વર્ષ : 1622

5. ચંદ્રશેખર આઝાદ પાર્ક (આલ્ફ્રેડ પાર્ક)

પ્રયાગરાજ ઐતિહાસિક શહેર છે. તેનો વધુ એક પુરાવો એટલે શહેર વચ્ચે આવેલો ચંદ્રશેખર આઝાદ પાર્ક. આઝાદીના હીરો ચંદ્રશેખર આઝાદ અને અંગ્રેજો વચ્ચે જ્યાં લડાઈ થઈ હતી એ ‘ચંદ્રશેખર આઝાદ પાર્ક’ જોવા જેવો છે. ચંદ્રશેખર આઝાદની પિસ્તોલ અહીં મ્યુઝિયમમાં સચવાયેલી છે.. એક સમયે ‘આલ્ફ્રેડ પાર્ક’ તરીકે ઓળખાતો હતો.

  • પાર્ક ઘણો મોટો છે, ૨-૩ કલાકનો સમય લાગશે
  • સવારના ૬થી રાતના ૧૦
  • અંદર રહેલુ મ્યુઝિયમ સવારના ૧૦ પછી ખુલે છે
  • ટિકિટ -૫ રૃપિયા
  • સમય કાઢીને જવા જેવી જગ્યા

૬. અલાહાબાદ મ્યુઝિયમ

મ્યુઝિયમ ચંદ્રશેખર આઝાદ પાર્કની અંદર આવેલું છે. ભારતના ઐતિહાસિક અને મોટા સંગ્રહાલયોમાં તેનો સમાવેશ થાય છે. આ મ્યુઝિયમમાં આઝાદી સાથે સંકળાયેલી ઘણી સામગ્રી રખાઈ છે. જવાહરલાલ અને ગાંધીજીને સમર્પિત ખાસ અલગ વિભાગો છે. તો વળી ચંદ્રશેખર આઝાદે જેના વડે અંગ્રેજોને ઠાર કર્યા હતા અને છેલ્લી ગોળી પોતાના પર છોડી હતી એ પિસ્તોલ અહીં રખાઈ છે.

  • ટિકિટ : 50 રૃપિયા
  • સમય ૧૦થી : ૫.૩૦
  • સ્થાપના વર્ષ ૧૯૩૧
  • સોલાર પાવરનો ઉપયોગ કરતું હોય એવુ ભારતનું પ્રથમ મ્યુઝિયમ છે

7. ભારદ્વાજ આશ્રમ

મહાનદી ગંગાને ધરતી પર ઉતારવાનું કામ ઋષિ ભારદ્વાજે કર્યું હતું. એમના માનમાં અહીં આશ્રમ અને મંદિર છે. જોકે આ કોઈ સામાન્ય આશ્રમ કે મંદિર નથી. ચિત્રો-શિલ્પો દ્વારા સુંદર રીતે ધર્મગાથા રજૂ કરાઈ છે.

  • સમય : સવારે ૬-૩૦થી ૯, સાંજે ૪.૩૦થી ૬-૩૦
  • ટિકિટ :  ૨૦ રૃપિયા

8. અશોકનો સ્તંભ

અશોકના શાસન દરમિયાન ઘણા સ્થળોએ ધર્મધ્વજ સમાન સ્તંભ ઉભા કરવામાં આવ્યા હતા. એવો એક સ્તંભ પ્રયાગરાજમાં આવેલો છે. આ સ્તંભ ઈન્ડિયન આર્મીના તાબાના વિસ્તારમાં છે. એ માટે દરેક મુસાફર ત્યાં આસાનીથી પહોંચી શકતા નથી. ખાસ રજામંદી લેવી પડે છે.

  • પિલ્લર ૩૫ ફીટ ઊંચો છે
  • અશોકના દરેક શીલાલેખની જેમ અહીં પણ વિવિધ લખાણ લખેલા છે

અલાહાબાદની ફેમસ ખાવા જેવી જગ્યા

૧. સૈનિક સમોસા, છોલે સમોસા, અશોક નગર

૨. રાજારામ લસ્સીવાલા

૩. નિરાલા કી ચાટ

૪. અલાહાબાદના જમરૃખ

૫. જૈસ્વાલ ઢોસા સેન્ટર

૬. કંદમૂળ એ અહીં ઢોલ જેવા દેખાવનું થતું એક ફળ છે. રામ-સીતાએ વનવાસ દરમિયાન આવા ફળ ખાધા હતા. એટલે અલાહાબાદમાં ઘણા સ્થળોએ કંદમૂળ વેચાતા હોય છે. પાંચ-પંદર રૃપિયામાં મળે એ ટ્રાય કરવા હોય તો. આ ફળ ત્યાંના જંગલોમાં જ થાય છે અને કંદમૂળ નામે જ ઓળખાય છે.

૭. સાગર રત્ન વેજ રેસ્ટોરાં

અલાહાબાદમાં રહેવા જેવું

  • Shree Gujarati Samaj, 91-9336745335 , 91 (532) 241-51-40
  • Ranjhod Dayali Charitable Trust Dharmashala — Near SBI ATM 17/9, Himmat Ganj, Prayagraj, Uttar Pradesh, +91 532 261 7562
  • Gayatri Prasad Prabhavati Devi Dharamshala — Lowther Rd, near Bharat Petroleum, Gaughat, Mutthi Ganj, Prayagraj, Uttar Pradesh
  • Prayag Tirth Purohit — 112/82, Chukhandi, Near Boat Club, Front Of Kaali Maa Mandir, Kidganj, Prayagraj, Uttar Pradesh +91 94153 16426
  • Bangad Dharamshala — National Highway 2, Madhwapur, Prayagraj, Uttar Pradesh

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *