Trip To Thailand / ભારતીય પ્રવાસીઓ થાઈલેન્ડ જઈ શકશે, પરંતુ આ નિયમો પાળવા પડશે

થાઈલેન્ડ ગુજરાતીઓના પ્રિય પ્રવાસન સ્થળોમાં સ્થાન પામે છે. કોરોના કારણે બંધ રહેલો દેશ હવે ફરીથી પ્રવાસીઓને આવકારવા તૈયાર છે. 1લી નવેમ્બરથી રસીના બન્ને ડોઝ લીધા હોય એવા પ્રવાસીઓ થાઈલેન્ડ જઈ શકશે. થાઈલેન્ડે 46 દેશોના નાગરિકો માટે દ્વાર ખોલી નાખ્યા છે. જોકે ભારત હજુ પણ લો-રિસ્ક કેટેગરીમાં નથી. એટલે ભારતમાંથી થાઈલેન્ડ જતા પ્રવાસીઓ આટલી શરતોનું પાલન કરવુ જરૃરી છે.

આમ તો થાઈલેન્ડ ડિસેમ્બર 2020થી ખુલ્લું છે. પરંતુ તેની શરતો કડક હતી. હવે શરતો હળવી થઈ છે. ભારતીય પ્રવાસીઓ માટે થાઈલેન્ડના નિયમો આ પ્રમાણે છે.

  •  – ભારત લો-રિસ્ક કેટેગરીમાં મુકાયેલો દેશ છે, માટે ફરજિયાત ક્વોરન્ટાઈનમાંથી મુક્તિ મળી છે.
  • – પ્રવાસના 14 દિવસ પહેલા સુધીમાં રસીના બન્ને ડોઝ લઈ લીધા હોવા જોઈએ.
  • – વિઝા ઓન એરાઈવલ ઉપલબ્ધ છે, પરંતુ અત્યારની સ્થિતિમાં એડવાન્સ વિઝા મેળવી લેવા હિતાવહ છે.
  • https://www.thaiembassy.com/travel-to-thailand/travel-to-thailand-from-india પર વિગતવાર વિઝા માર્ગદર્શન આપ્યું છે.


2019માં થાઈલેન્ડમાં 4 કરોડ પ્રવાસી આખા જગતમાંથી ઠલવાયા હતા. 2020માં પ્રતિબંધોને કારણે પ્રવાસીઓ ઘટી ગયા હતા. તો પણ 70 લાખ પ્રવાસી તો આવ્યા જ હતા. પરિણામ એ આવ્યું કે 2019માં ટ્રાવેલ-ટુરિઝમની થાઈલેન્ડની આવક 64 અબજ ડોલર હતી એ ઘટીને 11 અબજ ડોલર થઈ ગઈ હતી.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *