ગુજરાતી પ્રવાસન મેગેઝિન ‘જિપ્સી’ના દસ અંકોમાં શું શું સમાવાયું?
- waeaknzw
- July 25, 2019
ગુજરાતી ભાષાને ગયા વર્ષે પ્રવાસને સંપૂર્ણ સમર્પિત હોય એવું સામયિક મળ્યું, ‘જિપ્સી ટ્રાવેલર’. જોતજોતામાં દસ અંક પણ આવી ગયા. દસેય અંકની શબ્દ સફર… ભારતમાંથી જેટલા પ્રવાસીઓ દુનિયામાં ફરવા જાય એમાંથી 25 ટકા કરતા વધુ ગુજરાતી હોય છે. બંગાળી અને ગુજરાતી પ્રજા ફરવા માટે વધારે જાણીતી છે. આમેય ‘જીવ્યાં કરતાં જોયું ભલુ’ એ કહેવત એમ જ […]
Read Moreએ નગરનું નામ ખાંડવપ્રસ્થની પ્રસ્તાવના – દરિયો છે, માટે દરિયાઈ કથા છે!
- waeaknzw
- July 19, 2019
સોરાષ્ટ્રના દરિયા કાંઠે દર વર્ષે હોડી સ્પર્ધા યોજાય છે. એ સ્પર્ધાનો જ આ વાર્તામાં આધાર તરીકે ઉપયોગ કર્યો છે. પત્રકારત્વ દરમિયાનની રખડપટ્ટી, વાંચન, અનુભવો બેશક કામે લાગ્યા છે. જેમ કે વાર્તામાં એક ટેકરીનું વર્ણન આવે છે. થોડા વર્ષો પહેલાં રાજસ્થાના ‘સારિસ્કા નેશનલ પાર્ક’માં રખડતી વખતે ત્યાં એક ટેકરી ભારે આકર્ષક લાગી હતી. એ પ્રવાસ આ લખતી વખતે કામ લાગ્યો. એવા બીજા ઘણા પ્રવાસોની મદદથી વર્ણન થઈ શક્યુ છે.
Read Moreમાયામીમાં શું શું જોવુ?
- waeaknzw
- July 13, 2019
મહાસાગર એટલાન્ટિકમાંથી ઉદ્ભવતા દરિયાઈ વાવાઝોડાના માર્ગમાં માયામી પહેલું આવે છે. છતાં પણ અહીંની જડબેસલાક સલામતી-બેકઅપ વ્યવસ્થાને કારણે પ્રવાસીઓને હેરાન થવાના પ્રસંગો બહુ બનતા નથી. માયામીની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. એક સમયે માયામીને અમેરિકાના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ પણ મળ્યો હતો.
Read Moreમાયામી – ફિલ્મ કથાના શહેરની સફર
- waeaknzw
- July 4, 2019
તડકામાં ફરતી વખતે ઘણા લોકો સન-સ્ક્રીન લોશન લગાડવાનું પસંદ કરતા હોય છે. એ સન સ્ક્રીન લોશનની શોધ 1944માં બેન્જામિન ગ્રીન નામના માયામીઅને જ કરી હતી. દરિયાકાંઠે સમય પસાર કરતા માયામીના નર-નારીઓની ચામડીને નુકસાન ન થાય એટલા માટે દવાના બિઝનેસમાં સક્રિય બેન્જામિને ઉપાય વિચાર્યો અને એમાંથી લોશનની શોધ કરી નાખી.
Read Moreતારકનો ટપુડો : તોફાની ટપુડાની અમર કથા!
- waeaknzw
- June 22, 2019
અંધારામાં પહેલાં તો મને એમ જ લાગ્યું કે બહાર મૂકેલી સીડી પાછી ઊંચી થઈને અમારી બાજુ ઉપર આવી રહી હતી પણ પછી ખ્યાલ આવ્યો કે એ સીડી ન હતી પણ સીડી જેવા આકારના પાતળા ઊંચા સુંદરલાલ હતા.
Read Moreમાર્મગોઆ ફોર્ટ – કિલ્લો છે કે કિલ્લાનું ભૂત?
- waeaknzw
- June 22, 2019
પાંચ-સાત સ્થળે આમ-તેમ ફર્યા અને પૂછ્યા પછી પોર્ટ ટ્રસ્ટના એક અધિકારી દરવાજાની બહાર નીકળતા હતા એમણે માહિતી આપી કે આ પોર્ટનો દરવાજો છે, એમાંથી જ ફોર્ટ સુધી જઈ શકાય છે. અંદર ચાલ્યા જાવ. જરાક જ દૂર છે. જોકે બધાને મનમાં એ સવાલ થતો હતો કે ‘તમારે કિલ્લામાં શું દાટ્યું છે?’ પણ કોઈ એ સવાલ અમારી સામે રજૂ કરતાં ન હતા.
Read Moreકલરફૂલ કેપ ટાઉનની કમાલકારી સફર – ભાગ 3
- waeaknzw
- June 8, 2019
સવા પાંચ સદી પહેલા ડાયસને અહીં તોફાની વાતાવરણ, આકરો પવન, ગમે ત્યારે વરસી પડતો વરસાદ, ઉછાળા મારતા મોજાંનો અનુભવ થયો હતો. અહીંનું વાતાવરણ આજે પણ એવુ જ છે, માટે આ સ્થળનું સાચુ નામ ‘કેપ ઓફ સ્ટોર્મ (તોફાની ભૂમિ)’ છે.
Read Moreકલરફૂલ કેપ ટાઉનની કમાલકારી સફર – ભાગ 2
- waeaknzw
- June 7, 2019
આખા દક્ષિણ આફ્રિકામાં રખડટપટ્ટી કરતાં જે જોવા મળે એ બધુ એકલા કેપ ટાઉનમાં સમાઈ ચૂક્યુ છે, માટે એ ‘મિનિ આફ્રિકા’ તરીકે ખ્યાત થયુ છે. તેના કેટલાક સ્થળની પહેલા ભાગમાં વાત કરી. હવે બીજા સ્થળોએ ફરીએ, ચાલો.. ચેપમેન્સ ડ્રાઈવ એટલે સુહાના સફર હિન્દી ફિલ્મી ગીત ‘સુહાના સફર…’ ગીત કોઈ પણ સમયે લાગુ પાડી શકાય એવો એક […]
Read Moreકલરફૂલ કેપ ટાઉનની કમાલકારી સફર – ભાગ 1
- waeaknzw
- June 7, 2019
દક્ષિણ આફ્રિકાના દક્ષિણ છેડે આવેલું શહેર કેપ ટાઉન તેના રંગીન મિજાજ માટે આખા જગતમાં ખ્યાતનામ છે. દરિયો-ડુંગર, શોપિંગ-સંસ્કૃતિ, ઈતિહાસ-આધુનિકતા.. એમ વિવિધ પાસાં સમાવીને બેઠેલા આ શહેરનાં જોવા જેવા સ્થળોની વાત…
Read Moreકુંભણિયા ભજીયા – આકાર નથી, સ્વાદ છે
- waeaknzw
- May 24, 2019
બીજી વિશિષ્ટતા જે જોયા પછી સમજાય એ તેના આકારની છે. આ ભજીયાનો કોઈ ચોક્કસ આકાર નથી. આકાશમાં વિવિધ આકારના વાદળ હોય એ રીતે જેવડું ડબકું તેલના તવામાં પડે એવડું અને એવા આકારનું ભજીયું સર્જાય! ફાસ્ટ ફૂડની ભાષામાં કહીએ તો આ ભજીયા ક્રિસ્પી છે. ક્રિસ્પી છે, માટે ટેસ્ટી પણ છે. આકારનું ભલે ઠેકાણું ન હોય, સ્વાદમાં કંઈ ઓછપ વર્તાતી નથી.
Read MoreDooars Tourism 5- એક તરફ હિમાલય હતો, બીજી તરફ નેપાળ.. વચ્ચે નદીના પટમાં અમે
- waeaknzw
- May 17, 2019
સૂર્યના કુમળા કિરણો વચ્ચેથી અમે આગળ વધતાં હતા એ સિલ્કરૃટ હતો. જગતના ઈતિહાસમાં સિલ્કરૃટનું આગવુ મહત્ત્વ છે. જ્યારે આજના જેવી વાહન સગવડન હતી એ યુગમાં કલકત્તાથી સિલ્કરૃટ પર સવાર થઈને માલ-સામાન આખુ ભારત વીંધી, આજનું પાકિસ્તાન-અફઘાનિસ્તાન છે ત્યાં થઈ યુરોપ સુધી પહોંચતો હતો.
Read MoreDooars Tourism- 4 : ચાના બગીચામાં ગરમાગરમ ઘૂંટડા ભરી ઠંડાગાર લાવામાં પહોંચ્યા
- waeaknzw
- May 16, 2019
નજીકમાં ચાની ફેક્ટરી હતી ત્યાં ચાના પાંદડાથી રસોડાના ડબલામાં રહેતી ચા સુધીની સફર પણ અમે માણી. કઈ રીતે પાંદડા વીણાય, કારખાના સુધી પહોંચે, તેના પર જાતજાતની પ્રક્રિયા થાય, કટિંગ-સુકવણી થાય, ભૂક્કો થાય.. વગેરે વસ્તુ નજરોનજર જોવાનો લહાવો મળ્યો. અહીં આવનારા પ્રવાસીઓ પણ ટી પ્રોસેસિંગ કારખાનાઓની મુલાકાત લઈ શકે છે. એ જોઈને અમે આગળ વધ્યા.
Read MoreDooars Tourism-૩ : ગેંડાના ગઢમાં અને હાથીની હદમાં અમારી સરપ્રાઈઝિંગ સફર
- waeaknzw
- May 16, 2019
જંગલની સફર શરૃ કર્યાની થોડી મિનિટોમાં જ અલમસ્ત હાથીના દીદાર થયા એટલે સૌ આનંદિત હતાં. એ આનંદનો ઉભરો હજુ તો શમે એ પહેલાં ઘાસમાં ફરી બીજું પ્રાણી દેખાયું. ઉપરકોટના કિલ્લા જેવી એની ચામડી, હાથી કરતાં જરા નાનું કદ, થાંભલા જેવા પગ અને આંખોમાં આક્રમકતા સાથે ફરતું એ પ્રાણી હતું ગેંડો!
Read MoreDooars Tourism-2 : હિમાલયના છેડે આવેલા મનુષ્યાભયરાણ્યની મુલાકાત
- waeaknzw
- May 16, 2019
માત્ર વાતો સાંભળી હોત તો કદાચ સાહસકથા જેવી ઘટના અમને લાગી હોત. પરંતુ અમે જંગલ-નદી-નાળા પાર કરીને અહીં પહોંચ્યા હતા. આ છેલ્લું ગામ હતું, એ પછી ભુતાન આવી જતું હતુ. એટલે આ પ્રજા ખરેખર એકાંતપ્રેમી હતી અને કુદરતે જ તેમના એકાંતની ગોઠવણ કરી આપી હતી એ સમજાયું.
Read More