મેઘાણીના પ્રવાસો અને માર્ગદર્શન : ‘અમારે સૌરાષ્ટ્ર જોવો છે, શી રીતે જોઈએ?’
- waeaknzw
- April 3, 2020
મેઘાણીએ ચેતવણી આપતા પ્રસ્તાવનામાં જ લખ્યું છે કે જેમને એક જ અઠવાડીયામાં, નાનાં-મોટાં બાળકો સાથે, આરામદાયક રીતે, કન્ડેન્સ મિલ્કના ડબ્બા લઈને ફરવા જવું હોય એમને આ વર્ણનમાં કે આ સ્થળોમાં મજા નહીં પડે.
Read Moreપાટણની પ્રભુતાઃ રાજધર્મ નિભાવતી નવલકથા
- waeaknzw
- April 3, 2020
પાટણની પ્રભુતા કે પછી પ્રસિદ્ધિના શિખરે બીરાજતી મુનશીની બીજી નવલકથાઓમાં એકથી એક ચડિયાતા પાત્રો, અત્યંત પ્રભાવક અને મહત્ત્વ ધરાવતા સ્ત્રી પાત્રો, મર્દાનગી આંટો લઈ ગઈ હોય એવા વીરપુરુષો, નાયગરા ધોધની ગતીએ વહેતો વાર્તાપ્રવાહ, સરળ છતાં સોંસરવા ઉતરે એવા શબ્દો અને નવલકથામાં હોવા જોઈએ એવા બધા જ તત્ત્વોનો સમન્વય એ બધું જ જોવા મળે છે.
Read Moreગાલાપાગોસ : ઉત્ક્રાંતિના અજાયબ ટાપુઓની પ્રવાસકથા
- waeaknzw
- April 1, 2020
યુરોપ-અમેરિકાના ઠંડા પ્રદેશોમાં વસતા લોકોના મનમાં એવી છાપ હોય છે કે મહાસાગરના આસમાની પાણી વચ્ચે સૂર્યપ્રકાશમાં નહાતા લીલાંછમ ટાપુઓ સ્વર્ગ જેવા સુંદર, શીતળ છતાં હુંફાળા હોય છે. આવી માન્યતાથી પ્રેરાઈને જર્મનીથી દાંતનો એક ડોક્ટર ફ્રિડરિક રિટર અહીં આવ્યો. અહીં આવીને તેણે એક ખેતર બનાવ્યું. પરંતુ જે ખેતરને તેણે સ્વર્ગનો બગીચો નામ આપ્યું હતું તેણે રિટરને સ્વર્ગ પણ ન આપ્યું અને શાંતિ પણ ન આપી. માત્ર મૃત્યુએ જ તેને છૂટકારો આપ્યો. જર્મન વિજ્ઞાની આઈબલે આ સ્વર્ગના બગીચાની મુલાકાત લીધી ત્યારે અહીં ખોડા તાડના ઝાડ જ હતાં. તેમાંથી પણ કેટલાંકનાં માથા વાવાઝોડામાં કપાઈ ગયાં હતાં.
Read Moreઆયનો : અરીસાની પેલે પાર ન દેખાતું કલ્પનીત જગત..
- waeaknzw
- March 31, 2020
‘આ એક નિશાની તેની બાકી રહી છે. અલબત્ત, આ કમરાનું રાચરચીલું તે જ વાપરતી, પરંતુ તેને સૌથી વધુ પ્રિય આ.. આયનો હતો…’ એમ.કે. સિંહે કહ્યું. સ્તબ્ધ બનીને અમે એ આયના તરફ જોઈ રહ્યા.
Read Moreવિશ્વના સૌથી ખતરનાક સ્થળોનો પ્રવાસ
- waeaknzw
- March 28, 2020
ભારતીયો છકડો રીક્ષામાં કે ટ્રેકટરમાં સફર કરી શકતા હોય તો એ પરદેશીઓ માટે એક સાહસની જ સફર છે. એટલે જ એક પ્રવાસન કંપની ‘ધ રીક્ષા રન’ નામે ભારતની રીક્ષાની સફરને પણ સાહસિક પ્રવાસમાં ખપાવે છે! અલબત્ત, એ પ્રવાસ છકડોમાં નહીં પણ ઓટો રીક્ષામાં યોજાય છે.
Read Moreકોન ટિકિ : વાંસના તરાપા પર મહાસાગર પાર કરનારા સાહસવીરોની સત્યકથા
- waeaknzw
- March 28, 2020
વિશ્વ આખું અંધકાર અને તારાઓનું જ બનેલું હતું – બીજી કોઈ ગહનતા એમાં નહોતી. એ ઘડી ઈસવીસન 1947ની હતી કે ઈસવીસન પૂર્વે 1947ની હતી, તેનું લેશમાત્ર મહત્ત્વ જણાતું નહિ.
Read MoreKodaikanal : અમેરિકી કનેક્શન ધરાવતા હીલસ્ટેશનમાં ફરવાં જેવા ૧૪ સ્થળો
- waeaknzw
- March 25, 2020
હનિમૂન ડેસ્ટિનેશન તરીકે પોપ્યુલર થયેલા કોડાઈકેનાલ/Kodaikanalમાં ભીડ બહુ ઓછી થાય છે. શાંતિ ચાહક પ્રવાસીઓને આ સાત હજાર ફીટ ઊંચુ સ્થળ મજા કરાવે એવું છે ભારતના ઘણા-ખરા હિલસ્ટેશન-ગિરિમથક બ્રિટિશરોએ વિકસાવ્યા. યુરોપના ઠંડા વાતાવરણમાં રહેવા ટેવાયેલા અંગ્રેજોને ભારતના મેદાની પ્રદેશોની ગરમી માફક આવતી ન હતી. માટે જ્યાં ટેકરી-ડુંગર મળ્યાં અને વાતાવરણ અનૂકુળ જણાયુ ત્યાં હિલસ્ટેશન સ્થાપી દીધા. […]
Read Moreતિબેટના ભીતરમાં: અલૌકીક ભૂમિની સફરે..
- waeaknzw
- March 23, 2020
અને એક દિવસ ઉનાળાના આરંભની સત્તાવાર જાહેરાત થઈ, ને ગ્રીષ્મનાં વસ્ત્રો ધારણ કરવાનું ફરમાન પ્રજાને મળ્યું. શિયાળાની ટાઢમાં ચડાવેલાં ગોદડિયાં લૂગડાં મન ફાવે ત્યારે ઉતારી નાખવાની તિબેટીઓને છૂટ નહોતી.
Read Moreતામરા : Kodaikanalમાં રહેવા જેવો એક ઉત્તમ ઈકો-ફ્રેન્ડલી રિસોર્ટ
- waeaknzw
- March 20, 2020
હવેનો યુગ ઈકો-ફ્રેન્ડલી બાંધકામનો છે. હોટેલ ઉદ્યોગમાં તો ખાસ ઈકો-રિસોર્ટની સંખ્યા વધી રહી છે. કોડાઈકેનાલ/Kodaikanalમાં આવેલું તામરા રિસોર્ટ દેશના સર્વોત્તમ ઈકો-રિસોર્ટ પૈકીનું એક છે. તમિલનાડુમાં આવેલું કોડાઈકેનાલ હિલસ્ટેશન દેશના અનેક હિલસ્ટેશનોથી અલગ પડે છે, કેમ કે ત્યાં સામાન્ય સંજોગોમાં ભીડ-ભાડ જોવા મળતી નથી. નજીકમાં જ ઊટી હોવાથી ઘણા પ્રવાસી તેના પર પસંદગી ઉતારે છે, પરિણામે […]
Read Moreઉદયપુર – સિટી પેલેસની સફર… ભાગ -2
- waeaknzw
- March 3, 2020
પ્રથમ ભાગની લિન્ક
Read Moreઉદયપુર – સિટી પેલેસની સફર… ભાગ -1
- waeaknzw
- March 3, 2020
ઊંચાઈ પર જાત-જાતના ઝરૃખા, મીનારા અને બાલ્કની… ડોન્ટ વરી ત્યાં જઈને પણ જોવા મળશે ત્યાંથી શહેર કેવું દેખાય છે એ.
Read MoreNational War Memorial : યે ધરતી હે બલિદાન કી…
- waeaknzw
- February 26, 2020
સ્મારક મુખ્ય બે ભાગમાં ફેલાયેલું છે. એક ભાગ પરમવીર ચક્ર વિજેતાઓને સમર્પિત છે, જ્યારે બીજો ભાગ વિવિધ યુદ્ધમાં શહીદ થયેલા જવાંમર્દોને અંજલિ આપે છે.
Read Moreભારતના પ્રથમ Marine National Parkની મુલાકાત
- waeaknzw
- February 11, 2020
જ્યારે ઓટ ન હોય અને આ પરવાળાના ટાપુ દેખાતા નથી, ત્યાં પાણી ફરી વળે છે. એ વખતે સમુદ્રની અંદરના સજીવો તો જોવા નથી મળતા, પણ નિરાશ થવાની જરૃર નથી, ત્યારે સમુદ્રી પક્ષીના ઝૂંડ અહીં હાજર હોય છે. પક્ષીઓની પ્રજાતિ પણ 200થી ઓછી નથી.
Read Moreદક્ષિણ આફ્રિકાના પ્રાઈવેટ જંગલની સફર
- waeaknzw
- January 26, 2020
ખાનગી વિકલ્પો પણ છે, સરકારી પણ છે. સરકારી જંગલોને વધુ પ્રવાસીઓ મળે એટલે ખાનગી પર કોઈ વધારાના નિયમો કે પાબંદી નથી. હા, પર્યાવરણ-જંગલ ખાતા દ્વારા તૈયાર કરેલા નિયમો છે, એ સૌ કોઈએ પાળવાના છે. પછી બનાવો તમતમારે તમારુ જંગલ અને મોજ કરો!
Read Moreકુંભલગઢ : રાણા પ્રતાપના જન્મસ્થળનો પ્રવાસ
- waeaknzw
- January 18, 2020
ઉદયપુરથી 80 કિલોમીટર ઉત્તરે આવેલો કુંભલગઢના કિલ્લાના કાંગરે કાંગરે ગૌરવગાથા છૂપાયેલી છે. કિલ્લાની બે ઓળખ વધારે જાણીતી છે, એક તેની 36 કિલોમીટર લાંબી દીવાલ અને બીજી ઓળખ રાણા પ્રતાપનું જન્મસ્થાન… કિલ્લાનું મુખ્ય કામ યુદ્ધ અથવા તો સંકટ સમયે રાજ્યને રક્ષણ આપવાનું છે. હવે રાજાશાહી નથી એટલે કિલ્લાનો આ ઉપયોગ રહ્યો નથી. પરંતુ રાજાશાહી વખતે રાજ્યને […]
Read More