Mount Girnar : પથ્થર પર પાંગરેલું સૌંદર્ય

ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. પણ કેટલો ઊંચો? ઊંચાઈ અંગે વર્ષો સુધી ૯૧૯.૫ મિટરનો આંકડો માન્ય રહ્યો હતો. એ પછી ૨૦૧૪માં નવી ગણતરી કરીને ઊંચાઈ જાહેર કરવામાં આવી. એ મુજબ ગિરનારના અંબાજી શિખરની ઊંચાઈ સમુદ્ર સપાટીથી ૧૦૨૦.૫ મિટર છે.