વિશ્વા જે. મોડાસિયા
બિચ તો સમુદ્ર કાંઠે હોય પરંતુ ગુજરાતમાં એક નદીને પણ પોતાનો આગવો બિચ છે. એ નદીનું નામ છે મહિસાગર. જેના નામમાં જ સાગર છે એ મહિ નદીના કાંઠે વડોદરા નજીક કોટના બિચ આવેલો છે. કોરોનાકાળમાં અનેક લોકોએ પોતાના જીવની સાથે સાથે ધંધો અને નોકરી પણ ગુમાવ્યા હતા. જ્યારે નાના વેપારીના અનેક ઠેલા બંધ થઈ ગયા હતા. દરમિયાન વડોદરામાં આવેલ કોટના બીચનો વિકાસ કરવામાં આવ્યો હતો.
મહિસાગર નદીના કીનારે રેતાળ જમીન ઉપર અમુક બાબું ખોલીને કામચલાવ બનાવવામાં આવેલ ઝુપડી સીવાય આ બીચ પર બીજુ કશુ બનાવવામાં આવ્યું નથી. તેમ છતા એક દિવસીય પ્રવાસના પ્રોગ્રામ માટે આ ઉત્તમ સ્થળ સાબીત થયું છે. કોરોનાકાળમાં જ્યારે લોક ડાઉન ચાલતું હતું તે દરમિયાન આ કાંઠા પર ખાણખણીજનો ધંધો ધોમધોકાર ચાલતો હતો. કિનારા પર મોટા મોટા ટ્રાક રેતી લઈ જતા અને રેતી ભરવા કામ કરતા મજુરના ઝુપડા વચ્ચે આ કિનારો સાવ સુમસાવ હતો. બાદમાં લોકડાઉન હળવુ થતા કોટના ગામના રહેવાસી દ્વારા કિનારાને સાફ કરીને નાની નાની ઝુપડી બનાવીને નાસ્તાની સુવિધા ઉભુ કરવામાં આવી હતી.
- વડોદરાથી કોટના 18 કિલોમીટર દૂર છે
- આણંદથી કોટના 36 કિલોમીટર દૂર છે.
- અમદાવાદથી અંતર 100 કિલોમીટરથી વધુ છે.
મહિસાગરનો આ કિનારો બીજા કરતા શાંત અને ચોખ્ખો હોવાથી ત્યા નાહવાની અને બોટીંગ કરવાની લોકોને માજ પડે છે. આથી આ કિનારા પર ગોમ લોકો દ્વારા મોટર બોટ, પેંડલ વાળી બોટની સાથે સાથે કાઈકીંગ કરી શકાય તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. કાંઠા ઉપર અનેક લોકો દ્વારા તેમની બોટ ઉભી કરીને આવક મેળવવામાં આવે છે.કોટનામાં મુખ્ય આકર્શણ કાયકીંગ ધરાવે છે બે લોકો બેસી શકાતી આ બોટમાં હલેશા મારીને જાતે પાણીમાં સફર કરી શકાય છે. જેના કારણે લોકોને નાવિક બનવાની ફીલીંગ જોવા મળે છે. પાણીમાં અડધો કલાક બોટીગં કરવા માટે 100-200 પ્રતિ વ્યક્તિ ચાર્જ કરવામાં આવે છે. બીચ પર બોટવાળીની દાદાગીરી પણ જોવા મળતી હોવાથી ગ્રુપમાં જઈને બોટનું બુકીંગ કરાવું સહેલુ પડે છે. ફક્ત આ કિનારો નહી પરતું તેની સાથે ત્યા જવાનો રસ્તો પણ ખુબ રમણીય છે.
બન્ને બાજું ગીચ ઝાડી જાખરા અને ખેતરોથી ઘેરાયેલ રસ્તો જંગલમાં સફર કરતા હોય તેવો અનુભવ આપે છે. રસ્તો ખુબ સાંકળો હોવાથી ફોરવિલર લઈને જવા કરતા ટુ વિલરમાં જવું વધું મજા આપે તેવું છે. બીચ પર કોઈ પણ જગ્યાએ છાયો ન હોવાથી ભર બપોર કરતા સાંજ અથવા સવારના સમયે ત્યા જવું વધું ઉત્તમ છે. ત્યા નાની નાની લારી પર નાસ્તો અનો પાણી મળી રહે છે.