જંગલી સજીવોનો સંદર્ભ લઇ જંગલી શબ્દ ઝાંખો પડી જાય એવું રાજકારણ ખેલતા રાજકારણીઓ પર કટાક્ષ કરતુ આ પુસ્તક ભારે મજાનું છે. વાંચતા વાંચતા કેટલાક રસપ્રદ વાક્યો – શબ્દો ધ્યાનમાં આવ્યા.. જેમ કે..
– શિકારવય ધારો
– સસલું રાજકીય અગ્રણી શિયાળ માટે: ડુડાઓની પ્રસુતિના પ્રસંગે હાજરી આપવા તેની પાસે દુનિયાભરની નવરાશ છે!
– ટોળાને સતત એવો ભ્રમ રહેવો જ જોઈએ કે દરેક નવી યોજના એમના કલ્યાણ માટે જ છે.
– એવું લાગે છે કે તેઓ ઘેટાં-બકરાવાદમાં મને છે.
– અમે એજ આદર્શો સાથે વાંદરાચિંધ્યા માર્ગે ચાલી રહ્યા છીએ ત્યારે તમને ગધેડાચિંધ્યો માર્ગ સારો લાગે છે?
– વંદરાવાદ
– પ્રાણીકલ્યાણચળવળ
– શિયાળે ૨ મિનીટ ચુપ રહી જુવાન ડુડાના ગુસ્સાને અંજલી આપી.
– વાઘે પણ સિંહ માર્ગે ચાલી તપાસ વરુને સોપી.
– તારી આવી સર્જનાત્મક લુચ્ચાઈ માટે તો તું અમારી સાથે છે!
– પ્રાણીગત રીતે ઓળખવા
– એની રાજકીય મહેચ્છાઓ જંગલજાહેર હતી.
– એ આદર્શ ઘેલો છે અને આદર્શ ઘેલાઓને સરળતાથી મૂરખ બનાવી શકાય છે.
ખરીદવામાં રસ હોય તો અહીં http://gujaratibookshelf.com/index_detail.php?bookn=3905&book_name=JUNGAL%20PRAJASATTAK