રામ વાળાની ખાંભી જ્યાં આવેલી છે એ જગ્યા બોરિયા ગાળા નામે જાણીતી છે, ત્યાં જવા જંગલમાં લાંબી સફર કરવી પડે-4

રામ વાળાની ખાંભી સુધી પહોંચવાનું કામ અઘરું હતું, ત્યાંથી ઉતરવાનું કામ વધારે અઘરું લાગ્યું. ભૂગોળની ભાષામાં જેને બોલ્ડર કહેવાય એવા લિસ્સા કદાવર (25-50-75 ફીટ ઊંચા) પથ્થર અહીં ઠેર ઠેર પડ્યા હતા. એ પથ્થર પરથી સાવધાની પૂર્વક ઉતરવું પડે. ધીમે ધીમે ઉતરીને કેડી પર આગળ ચાલ્યા. બે-ચાર મિનિટ પછી જ મંદિર દેખાયુ, કેટલાક પ્રવાસીઓ ત્યાં બેઠા હતા. અમે ગયા તો બાપુએ સ્વાગત કર્યું.