ખાનદાની બહારવટિયા રામવાળાએ જ્યાં પ્રાણ ત્યજ્યા હતા એ જગ્યાએ પહોંચવુ આજે પણ અઘરું છે, કઈ રીતે પહોંચી શકાય એ જાણો.. 3

. ત્રણેક કિલોમીટર ચાલવુ એ કંઈ મોટી વાત નથી, પણ જંગલમાં, પથ્થરો ખૂંદતા, સાંકડી કેડી પર ચાલવાનું હોય તો એ ઘણી મોટી વાત છે. એમ આસાનીથી ત્રણ કિલોમીટરનો રસ્તો પૂરો થતો ન હતો. એકાદ કલાક ચાલ્યા પછી તો એમ થયું કે ભૂલા નથી પડ્યા ને! પવન ફૂંકાય અને પાંદડા હલબલે ત્યારે પર્ણમર્મર સંભળાતો હતો. એ સિવાય કોઈ અવાજ ન હતો. રસ્તા પર દોરેલા ઈશારા જોઈને એ મુજબ ચાલતા હતા.