RAKHADPATTI/પ્રવાસકથા

RAKHADPATTI/પ્રવાસકથા

ગઈ કાલની સફરે લઈ જતાં રેલવેના રજવાડી સલૂન

ગઈ કાલની સફરે લઈ જતાં રેલવેના રજવાડી સલૂન દિલ્હીમાં નેશનલ રેલવે મ્યુઝિયમ આવેલું છે. સરકતી રેલવેનો ઈતિહાસ અહીં પાટા પર સ્થિર થઈને પડ્યો છે. એમાં રાજા-મહારાજાઓના સલૂન ખાસ જોવા જેવા છે.   લોખંડના પ્લેટફોર્મ પર લાકડાનું એનુ બાંધકામ, નીચે આઠ કદાવર પૈડાં, બન્ને તરફ ચડવા-ઉતરવાની સીડી, ડબ્બાના બેઉ છેડે થોડી ખુલ્લી જગ્યા, ત્યાં વળી કલાત્મક […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ધોળાવીરા : ગુજરાતની ધરતી પર આવેલું સૌથી રહસ્યમય નગર

ધોળાવીરા : એ નગરનું રહસ્ય ક્યારે ઉકલશે? કચ્છમાં રાપરથી ઉત્તરે 80 કિલોમીટર દૂર આવેલું ધોળાવીરા ગામ ત્યાં મળી આવેલી પુરાતત્ત્વીય સાઈટને કારણે જગવિખ્યાત થયું છે. દુનિયાનું પહેલું ‘સાઈનબોર્ડ’ ત્યાંથી મળ્યું છે અને તેમાં શું લખ્યું એ ઉકેલી શકાતું નથી. એવા અનેક ભેદને કારણે આ નગરને ‘ભારતના સૌથી રહસ્યમય શહેર’ની ઓળખ આપી દેવી જોઈએ.. પાંચ હજાર […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

સતાધાર : ભૂતના રે ધૂમાડે વે’લા આવજો… !

સોરઠમાં વિસાવદર પાસે આવેલી સતાધારની જગ્યા અજાણી નથી. આપા ગીગાનું એ મથક હતું અને હવે તો મોટું ધર્મસ્થાન બની ગયું છે. ધર્મમાં રસ ન હોય તો પણ જંગલમાં આવેલી હોવાથી આ જગ્યાએ જવાનું પ્રવાસીઓને આકર્ષણ રહે છે. અહીંના આકર્ષણનું એક કેન્દ્ર ત્યાંનો ભૂતવડલો પણ છે… ભૂત હોય કે ન હોય એ અલગ માન્યતા અને ચર્ચાનો […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

35000 ચોરસ મિટરમાં ફેલાયેલું Rabindranath Tagoreનું ઘર કેવું છે?

‘જારાસાંકો ઠાકુરબાડી…’ દૂરથી લાલચટ્ટક દેખાતા એ કદાવર મકારનું સત્તાવાર નામ છે. દરવાજા પર એ બંગાળી શબ્દનો અર્થ પણ સમજાવ્યો છે, ઠાકુરોનું ઘર.. એ ઠાકુર એટલે Rabindranath Tagore/રવિન્દ્રનાથ ટાગોર, બંગાળી પ્રમાણે ઠાકુર.. એમના ઘરમાં લટાર મારીએ.. રવિન્દ્રનાથના મકાન તરીકે જાણીતી આ હવેલી મૂળ તો તેમના દાદા દ્વારકાથાન ઠાકુરે છેક 1784માં બંધાવી હતી. એ વખતે ‘જારાસાંકો’ નામનો […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ટેકનોલોજીએ કઈ રીતે આપણો પ્રવાસ સરળ કરી દીધો?

પૈડાંવાળી બેગ, એટીએમ, ઓનલાઈન બૂકીંગ, જીપીએસ, ડિઝિટલ કેમેરા, પેસેન્જર વિમાનો.. આ બધી શોધો ન થઈ હોત તો પ્રવાસ-રખડવા જવાનું જેટલુ સહેલુ છે, એટલુ સરળ કદાચ ન હોત! આ બધી શોધો-સુવિધાઓએ પ્રવાસ સરળ બનાવ્યો છે, લોકોને રખડતા કર્યાં છે. માટે પ્રવાસીઓએ તેમનો આભાર માનવો રહ્યો. ૧૭ ડિસેમ્બર, ૧૯૦૩. રાઈટ બંધુઓએ અમેરિકાના કાંઠે એક નાનકડું પ્લેન ઊડાવવામાં […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

મગરોનું ગામઃ મલાતજ

આણંદના સોજિત્રા તાલુકાનું ગામ મલાતજ ત્યાંના મગરો માટે જાણીતુ થઈ રહ્યું છે. અહીં મગર અને માણસોએ સાથે રહેવાનું શીખી લીધું છે. પરિણામે મગરો માણસોને કે માણસો મગરોનેે નુકસાન કરતા નથી. નાનકડા રહેણાંક વિસ્તારમાં આટલા બધા મગરો હોય એવુ આ ભારતનું કદાચ એકમાત્ર ગામ હશે! (નોંધ – લેખ 2013માં લખાયો હતો, માટે મગરની વસતીનો આંક હવે […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Dare to Travel : જગતના સૌથી જોખમી પ્રવાસ સ્થળો ક્યા છે?

ચાર ધામની જાત્રા કે બાર જ્યોતિર્લિંગનો પ્રવાસ કરવાથી દુનિયા ફરાઈ જતી નથી. ખરેખર તો અસાધારણ સ્થળોએ જવું એ જ ખરું પ્રવાસન છે. જગતમાં એવા કેટલાક પ્રવાસો યોજાય છે, જ્યાંથી જીવંત પરત આવવાની ગેરંટી હોતી નથી. છતાં ત્યાં પ્રવાસીઓની કમી પણ નથી રહેતી..

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

સફેદ રણ જોવુ હોય તો રણોત્સવને ભૂલી જાવ, ધોળાવીરા પાસે છે ગુજરાતનું સર્વોત્તમ ડેઝર્ટ!

કચ્છના ઘણા સ્થળો પ્રવાસનના નકશા પર ચમકી રહ્યાં છે.  જોકે ધોળાવીરાથી દસેક કિલોમીટર દૂર આવેલું વૂડ ફોસિલ (લાકડાના અવશેષો) પાર્ક ખાસ જાણીતો નથી. વળી બધા પ્રવાસીઓને તેમાં રસ પણ ન પડે. અલબત્ત, વૂડ ફોસિલમાં રસ ન હોય, પણ ધોળા રણમાં રસ હોય ત્યાં સુધી ધક્કો ખાવો રહ્યા. એક તરફ સફેદ રણ છે, વચ્ચે એક ડૂંગર […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

એરપોર્ટ પર જ દિવસો સુધી રહેવું પડે તો?

એમેરિકી જાસૂસ એડવર્ડ સ્નોડેને ક્યા દેશમાં રાજ્યાશ્રય લેવો એ નક્કી કરે ત્યાં સુધી મોસ્કો એરપોર્ટના ટ્રાન્ઝિટ ઝોનમાં જ રહેવુ પડશે. ભુતકાળમાં કેટલાક કિસ્સાઓ એવા બન્યા છે, કે જેમાં કેટલાક લોકોએ એરપોર્ટ પર જીંદગીનો ઘણો મહત્ત્વનો ગાળો પસાર કરવો પડયો હોય…    ન્યુયોર્કના જહોન એફ. કેનેડી એરપોર્ટ પર વિક્ટર નોવાર્સ્કી નામે પ્રવાસી આવે છે. પોતાના દેશ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Stonehenge : ૫ હજાર વર્ષથી જે સ્મશાનનું રહસ્ય સળગે છે!

બ્રિટનમાં પાંચેક હજાર વર્ષથી ઉભેલુ સ્ટોનહેન્જ/Stonehenge નામનું અભિમન્યુના કોઠા જેવુ બાંધકામ ખરેખર શેનું છે તેનો કોઈ જવાબ મળતો નથી. હવે એટલી તો ખાતરી થઈ છે કે આજે વિખરાયેલુ અર્ધવર્તુળ એક સમયે ગોળાકાર હતુ. પરંતુ સ્ટોનહેન્જના બીજા અનેક ભેદ-ભરમ અનુત્તર છે.. ઈંગ્લેન્ડ (બ્રિટન)નો દક્ષિણ ભાગ. આમ તો પથ્થરોનું ખાસ માન-પાન હોતું નથી. વ્હિલ્ટશાયર પરગણામાં આવેલા પથ્થરો […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

તનોટ/Tanot Mata : બોલો એવુ મંદિર જોયુ છે, જ્યાં પાકિસ્તાની તોપ-ગોળા પણ રખાયા હોય?

૧૯૭૧ના શિયાળામાં ભારત-પાકિસ્તાન વચ્ચે ઉનાળા જેવી ગરમી આવી હતી, જે હવે ૭૧નાં યુદ્ધ તરીકે ઓળખાય છે. યુદ્ધ વખતે જેસલમેર પાસે આવેલા તનોટ મંદિર/Tanot Mata વિસ્તારમાં ફેંકાયેલા સેંકડો પાકિસ્તાની તોપ-ગોળાઓ ફૂટયા વગરના રહ્યા હતાં, જે હવે ત્યાંના મંદિરમાં પ્રદર્શિત કરી રખાયા છે. એ વિજયની યાદમા દર વર્ષે ૪ ડિસેમ્બર ‘લોંગેવાલા ડે’ તરીકે ઉજવાય છે. નજર પડે […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Dwarka : ભગવાન કૃષ્ણની અસલ જન્મભૂમિ ક્યાં છે? ગુજરાતમાં આ સ્થળો ગણાય છે મૂળ દ્વારકા

કૃષ્ણનું સાચુ દ્વારકા ક્યું એ અંગે અનેક મતભેદો છે. અલબત્ત, ધાર્મિક આસ્થાના કેન્દ્ર તરીકે તો દ્વારકા શહેર જગપ્રસિદ્ધ થયું જ છે. પરંતુ વિવિધ સ્થળો દ્વારા પોતાનું ગામ કે શહેર જ મૂળ દ્વારકા/Dwarka હોવાના દાવાઓ વારંવાર થતાં રહ્યાં છે. આવા દ્વારકા મનાતા શહેરો ક્યા ક્યા છે અને શા માટે તે મૂળ દ્વારકા ગણાય છે? પોરબંદરથી ત્રીસેક […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગાના : સરદાર પટેલના સાસરિયામાં લટાર!

કરમસદ પાસે આવેલુ ગાના ગામ સરદાર પટેલનું સાસરું છે. સદ્ભાગ્યે ઝવેરબા જે ઘરમાં મોટા થયાં હતાં એ ઘર-ફળિયું.. સરદાર પટેલના ગામ-નામ-કામ વિશે આપણે વાકેફ છીએ એટલા તેના સાસરિયા વિશે કદાચ નથી. માટે ચાલો એ ગામની સફરે  જ્યાં 1892-93માં યુવાન વલ્લભભાઈનાં તોરણ બંધાયાં હતાં…   કરમસદના પાદરમાં સરદાર પટેલના પૂતળા સામેથી જ રસ્તો જાય છે. રસ્તો શરૃ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Rasmanch : ભારતમાં પણ આ સ્થળે પિરામિડ જેવું બાંધકામ આવેલું છે, બંગાળમાં આવેલા એ સ્થળની મુલાકાત

પિરામિડ એટલે ઈજિપ્ત અને ઈજિપ્ત એટલે પિરામિડ એવી વૈશ્વિક ઓળખ છે. પરંતુ ભારત પાસે પણ પોતાનો એક આગવો પિરામિડ છે. બંગાળના બિષ્ણુપુરમાં આવેલા અનેક પુરાતન બાંધકામો પૈકી રાસમંચ/Rasmanch નામનું એક બાંધકામ ભારતનો ઓછો જાણીતો પિરામિડ છે! ઢળતી સાંજ હવે અંધકાર તરફ આગળ વધી રહી છે. ચહુઓર દીપમાલા જળહળવી શરૃ થઈ ગઈ છે. રાત્રીના અંધકારને દીવડા-મશાલોની […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ક્યોટો : હજાર વર્ષ જુનું હોવા છતાં જગતનું પહેલું સ્માર્ટ શહેર!

દસેક હજાર મંદિરો ધરાવતુ ક્યોટો બીજા વિશ્વયુદ્ધ વખતે અણુ હુમલાથી બચી ગયુ હતુ. જગતના સર્વશ્રેષ્ઠ શહેર તરીકેનો ખિતાબ જીતનારુ ક્યોટો અનેક રીતે પ્રેરણા લેવા જેેવુ છે. ૧૯૯૭માં સંયુક્ત રાષ્ટ્રસંઘના પર્યાવરણિય વિભાગની જાપાની શહેર ક્યોટોમાં મળી હતી. એ બેઠકમાં ૨૦૦૫થી લઈને ૨૦૧૨ સુધીમાં કઈ રીતે વિકસિત દેશો પૃથ્વી પરનું પ્રદૂષણ ઓછુ કરવા સંયમિત જીવન જીવશે તેની […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

જ્યાં રાતે ભૂત થાય છે એ રાજસ્થાનના કુલધરા નગરનો પ્રવાસ

રાજસ્થાનમાં જેસલમેર પાસે આવેલુ કુલધરા ગામ છેલ્લા બસ્સો વર્ષથી ખાલી પડયુ છે. માન્યતા પ્રમાણે પાલેવાળ બ્રાહ્મણોના શાપને કારણે એક જ રાતમાં ગામ ખાલી થયુ હતું. એવુ શું બન્યું હતું કે રહેવાસીઓએ પહેરેલે કપડે ઘર-બાર છોડીને જવું પડયું?     ગામના રસ્તા ખાસ્સા પહોળા છે અને બન્ને બાજુ જેસલમેરિયા પથ્થરથી બંધાયેલા મકાનોની હારમાળા છે. ૧૮૧૫માં બંધાયેલુ […]

Read More