RAKHADPATTI/પ્રવાસકથા

RAKHADPATTI/પ્રવાસકથા

માયામી – ફિલ્મ કથાના શહેરની સફર

તડકામાં ફરતી વખતે ઘણા લોકો સન-સ્ક્રીન લોશન લગાડવાનું પસંદ કરતા હોય છે. એ સન સ્ક્રીન લોશનની શોધ 1944માં બેન્જામિન ગ્રીન નામના માયામીઅને જ કરી હતી. દરિયાકાંઠે સમય પસાર કરતા માયામીના નર-નારીઓની ચામડીને નુકસાન ન થાય એટલા માટે દવાના બિઝનેસમાં સક્રિય બેન્જામિને ઉપાય વિચાર્યો અને એમાંથી લોશનની શોધ કરી નાખી.

Read More
માર્મગોઆ કિલ્લા પરથી દરિયાનું દૃશ્ય
RAKHADPATTI/પ્રવાસકથા

માર્મગોઆ ફોર્ટ – કિલ્લો છે કે કિલ્લાનું ભૂત?

પાંચ-સાત સ્થળે આમ-તેમ ફર્યા અને પૂછ્યા પછી પોર્ટ ટ્રસ્ટના એક અધિકારી દરવાજાની બહાર નીકળતા હતા એમણે માહિતી આપી કે આ પોર્ટનો દરવાજો છે, એમાંથી જ ફોર્ટ સુધી જઈ શકાય છે. અંદર ચાલ્યા જાવ. જરાક જ દૂર છે. જોકે બધાને મનમાં એ સવાલ થતો હતો કે ‘તમારે કિલ્લામાં શું દાટ્યું છે?’ પણ કોઈ એ સવાલ અમારી સામે રજૂ કરતાં ન હતા.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

કલરફૂલ કેપ ટાઉનની કમાલકારી સફર – ભાગ 3

સવા પાંચ સદી પહેલા ડાયસને અહીં તોફાની વાતાવરણ, આકરો પવન, ગમે ત્યારે વરસી પડતો વરસાદ, ઉછાળા મારતા મોજાંનો અનુભવ થયો હતો. અહીંનું વાતાવરણ આજે પણ એવુ જ છે, માટે આ સ્થળનું સાચુ નામ ‘કેપ ઓફ સ્ટોર્મ (તોફાની ભૂમિ)’ છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

કલરફૂલ કેપ ટાઉનની કમાલકારી સફર – ભાગ 2

આખા દક્ષિણ આફ્રિકામાં રખડટપટ્ટી કરતાં જે જોવા મળે એ બધુ એકલા કેપ ટાઉનમાં સમાઈ ચૂક્યુ છે, માટે એ ‘મિનિ આફ્રિકા’ તરીકે ખ્યાત થયુ છે. તેના કેટલાક સ્થળની પહેલા ભાગમાં વાત કરી. હવે બીજા સ્થળોએ ફરીએ, ચાલો.. ચેપમેન્સ ડ્રાઈવ એટલે સુહાના સફર હિન્દી ફિલ્મી ગીત ‘સુહાના સફર…’ ગીત કોઈ પણ સમયે લાગુ પાડી શકાય એવો એક […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

કલરફૂલ કેપ ટાઉનની કમાલકારી સફર – ભાગ 1

દક્ષિણ આફ્રિકાના દક્ષિણ છેડે આવેલું શહેર કેપ ટાઉન તેના રંગીન મિજાજ માટે આખા જગતમાં ખ્યાતનામ છે. દરિયો-ડુંગર, શોપિંગ-સંસ્કૃતિ, ઈતિહાસ-આધુનિકતા.. એમ વિવિધ પાસાં સમાવીને બેઠેલા આ શહેરનાં જોવા જેવા સ્થળોની વાત…

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Dooars Tourism 5- એક તરફ હિમાલય હતો, બીજી તરફ નેપાળ.. વચ્ચે નદીના પટમાં અમે

સૂર્યના કુમળા કિરણો વચ્ચેથી અમે આગળ વધતાં હતા એ સિલ્કરૃટ હતો. જગતના ઈતિહાસમાં સિલ્કરૃટનું આગવુ મહત્ત્વ છે. જ્યારે આજના જેવી વાહન સગવડન હતી એ યુગમાં કલકત્તાથી સિલ્કરૃટ પર સવાર થઈને માલ-સામાન આખુ ભારત વીંધી, આજનું પાકિસ્તાન-અફઘાનિસ્તાન છે ત્યાં થઈ યુરોપ સુધી પહોંચતો હતો.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Dooars Tourism- 4 : ચાના બગીચામાં ગરમાગરમ ઘૂંટડા ભરી ઠંડાગાર લાવામાં પહોંચ્યા

નજીકમાં ચાની ફેક્ટરી હતી ત્યાં ચાના પાંદડાથી રસોડાના ડબલામાં રહેતી ચા સુધીની સફર પણ અમે માણી. કઈ રીતે પાંદડા વીણાય, કારખાના સુધી પહોંચે, તેના પર જાતજાતની પ્રક્રિયા થાય, કટિંગ-સુકવણી થાય, ભૂક્કો થાય.. વગેરે વસ્તુ નજરોનજર જોવાનો લહાવો મળ્યો. અહીં આવનારા પ્રવાસીઓ પણ ટી પ્રોસેસિંગ કારખાનાઓની મુલાકાત લઈ શકે છે. એ જોઈને અમે આગળ વધ્યા.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Dooars Tourism-૩ : ગેંડાના ગઢમાં અને હાથીની હદમાં અમારી સરપ્રાઈઝિંગ સફર

જંગલની સફર શરૃ કર્યાની થોડી મિનિટોમાં જ અલમસ્ત હાથીના દીદાર થયા એટલે સૌ આનંદિત હતાં. એ આનંદનો ઉભરો હજુ તો શમે એ પહેલાં ઘાસમાં ફરી બીજું પ્રાણી દેખાયું. ઉપરકોટના કિલ્લા જેવી એની ચામડી, હાથી કરતાં જરા નાનું કદ, થાંભલા જેવા પગ અને આંખોમાં આક્રમકતા સાથે ફરતું એ પ્રાણી હતું ગેંડો!

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Dooars Tourism-2 : હિમાલયના છેડે આવેલા મનુષ્યાભયરાણ્યની મુલાકાત

માત્ર વાતો સાંભળી હોત તો કદાચ સાહસકથા જેવી ઘટના અમને લાગી હોત. પરંતુ અમે જંગલ-નદી-નાળા પાર કરીને અહીં પહોંચ્યા હતા. આ છેલ્લું ગામ હતું, એ પછી ભુતાન આવી જતું હતુ. એટલે આ પ્રજા ખરેખર એકાંતપ્રેમી હતી અને કુદરતે જ તેમના એકાંતની ગોઠવણ કરી આપી હતી એ સમજાયું.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Dooars Tourism-1 : બંગાળ-ભૂતાન-નેપાળના ત્રિભેટે વનભ્રમણ

હિમાલયના ઓછાયા હેઠળ પથરાયેલા આ વિસ્તારમાં સાંજના પગરણ થઈ ચૂક્યા હતાં. આકાશે ઘેરાયેલા વાદળોથી સાંજ જામવા લાગી હતી. અજબ માહોલ રચાયો હતો. અમારી ગાડીઓ ક્યારેક ધૂળિયા રસ્તા પર તો ક્યારેક નદીના હમણાં જ સૂકાયેલા સો-બસ્સો ફીટ પહોળા પટ પર ધમધમાટ કરતી આગળ વધી રહી હતી. સૂરજ અમારી પાછળ હતો એના આધારે ખબર પડી કે અમે પૂર્વોત્તર તરફ આગળ વધીએ છીએ.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

કૈલાસ પર્વતઃ સીંધી ભોજનનું અમદાવાદી સરનામું

રેસ્ટાંરાની વેબસાઈટ પર લખ્યા પ્રમાણે ભાગલા વખતે પાકિસ્તાનમાંથી આવેલા મુલચંદાણી ભાઈઓ પહેલા મુંબઈના રસ્તા પર પાણીપૂરી વેંચતા હતા અને તેમાંથી આ રેસ્ટોરાં સહિતનું સામ્રાજ્ય ઉભું થયુ છે. સિંધી રોટી એવો વિકલ્પ શા માટે છે, એ પણ તેના માલિકોની અટક જોયા પછી સમજાયું. જોકે વેબસાઈટ પર લખ્યું કે અમારો ભાવ રિજનેબલ છે, એ વાત કદાચ સાચી ન પણ લાગે. કેમ કે બે જણાનું પેટ ભરાશે ત્યાં બીલ આઠસો-હજારને આંબી જશે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગીરમાં સિંહ સિવાય શું જોવું?

સાથે સાથે જંગલની ધૂળ ઉડશે તેની પણ તૈયારી રાખવી પડશે. એ બધી દડમજલ કર્યા પછી કનકાઈ અથવા બાણેજ પહોંચી શકાય છે અને ગીરનું જંગલ કેવું છે, તેનો અનુભવ લઈ શકાય છે. પરંતુ ગીરને ઓળખવા માંગતા હોય તો આ રસ્તેથી અચૂક પસાર થવું જોઈએ.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

સિંહ દર્શન માટે શું કરવું પડે? – ભાગ-2

સાસણ અને બે સફારી પાર્કની ભવ્ય સફળતા પછી સરકાર હવે ચોથો સિંહ દર્શન પોઈન્ટ ઉભો કરી રહી છે. જૂનાગઢને અડીને આવેલા ગિરનારના જંગલમાં બે ડઝન સિંહો રહે છે. જૂનાગઢના ભવનાથ કે પછી બિલખા રોડ વિસ્તારમાં તો રાતે અનેક વખત સિંહ જોવા મળે જ છે. માટે વધુ એક લાયન સફારીનું આયોજન જૂનાગઢમાં પણ થઈ રહ્યું છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

સિંહ દર્શન માટે શું કરવું પડે? – ભાગ-1

સાસણમાં આવેલી વનખાતાની મુખ્ય ઓફિસેથી રોજ 3 વખત સિંહ દર્શન માટે પ્રવાસીઓને જિપ્સી દ્વારા વનમાં લઈ જવાય છે. સવારના 6થી 9, 8-30થી 11-30 અને બપોર પછી 3થી 6 એમ સમયના 3 વિકલ્પ મળે છે. સરકારે બનાવેલી સત્તાવાર વેબસાઈટ http://girlion.in પરથી ઓનલાઈન એડવાન્સ બૂકિંગ કરાવી શકાય છે.

Read More
રામ વાળાનું સ્થાનક કે સ્મારક જે ગણો એ..
RAKHADPATTI/પ્રવાસકથા

અંગ્રેજોએ જેને બહારવટિયો ગણ્યો હતો એ રામ વાળો તો આજેય વાવડીના પાદરમાં પુજાય છે, આખુ ગામ રામ વાળાનું નામ આદરપૂર્વક લે છે-5

રામ વાળાને એક સદી કરતા વધુ સમય થઈ ગયો. પરંતુ આજે પણ અહીં તેના નામના સિક્કા પડે છે. હતો તો રામ બહારવટિયો પણ એનું કામ પ્રજાનું રખોપું કરવાનું હતું. એટલે રામનું નામ લેતાં આજે પણ રૃવાડાં ઉભા થાય એમાં નવાઈ નથી.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

રામ વાળાની ખાંભી જ્યાં આવેલી છે એ જગ્યા બોરિયા ગાળા નામે જાણીતી છે, ત્યાં જવા જંગલમાં લાંબી સફર કરવી પડે-4

રામ વાળાની ખાંભી સુધી પહોંચવાનું કામ અઘરું હતું, ત્યાંથી ઉતરવાનું કામ વધારે અઘરું લાગ્યું. ભૂગોળની ભાષામાં જેને બોલ્ડર કહેવાય એવા લિસ્સા કદાવર (25-50-75 ફીટ ઊંચા) પથ્થર અહીં ઠેર ઠેર પડ્યા હતા. એ પથ્થર પરથી સાવધાની પૂર્વક ઉતરવું પડે. ધીમે ધીમે ઉતરીને કેડી પર આગળ ચાલ્યા. બે-ચાર મિનિટ પછી જ મંદિર દેખાયુ, કેટલાક પ્રવાસીઓ ત્યાં બેઠા હતા. અમે ગયા તો બાપુએ સ્વાગત કર્યું.

Read More