RAKHADPATTI/પ્રવાસકથા

RAKHADPATTI/પ્રવાસકથા

જાપાન પ્રવાસ -1 : પિઝાના ભાવમાં વિઝા!

જાપાન પ્રવાસ – ભાગ 1 4 સપ્ટેમ્બર, 2018 ‘નારિતા એરપોર્ટ’, સમય સવારના સાડા સાત. ભારતમાં ત્યારે હજુ રાતના ચારેક વાગ્યા હતા. ‘જાપાન એરલાઈન્સ’ના ‘બોઈંગ 787-9બી’માંથી બહાર નીકળનારા મુસાફરોમાં સૌથી છેલ્લો હું હતો. દિલ્હીથી રવાના થયા પછી સવા આઠ કલાકે ટોકિયો પહોંચ્યા હતા. એ દરમિયાન મદદ કરનારા ક્રૂ મેમ્બર્સ સાથે જ હું બહાર નીકળ્યો. હકીકતે તો […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગોવામાં ગરબડ -9 – ‘માંડોવી એક્સપ્રેસ’ વગર ગોવા પ્રવાસ અધુરો ગણવો જોઈએ?

ગોવા રખડપટ્ટી પાછળ અમારો ઈરાદો માત્ર ગોવાના દરિયાકાંઠા-ચર્ચ-કિલ્લા જોવાનો ન હતો. એ ઉપરાંત કોંકણ પ્રદેશ પણ અમારે પગતળે કરવો હતો. એટલા માટે આવતાં-જતાં રેલવે સફર પસંદ કરી હતી. મુંબઈ-ગોવા વચ્ચે ઘણી ટ્રેન ચાલે છે, પણ એમાં માંડોવી એક્સપ્રેસ, નેત્રાવતી, કોંકણ કન્યા, દાદર-મડગાંવ પેસેન્જર.. વગેરે ટ્રેનો પ્રખ્યાત છે અને મુસાફરોમાં લોકપ્રિય પણ છે. સવારે નવેક વાગ્યે […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગોવામાં ગરબડ – 8- એશિયાનું એકમાત્ર નેવલ એવિએશન મ્યુઝિયમ

બહારના ભાગે બોર્ડમાં લખેલું હતું, ‘એશિયાનું એકમાત્ર નેવલ એવિએશન મ્યુઝિયમ’. મ્યુઝિયમ હોવાની માહિતીથી અમે પ્રભાવિત થઈને ગોવાના છેવાડે આવેલા આ સ્થળ સુધી પહોંચ્યા હતા. એમાં વળી આ માહિતી વાંચી કે એશિયાનું એકમાત્ર છે એટલે અહોભાવનું પ્રમાણ ઊંચકાયુ. બહુ ઓછા પ્રવાસીઓ મ્યુઝિયમ સુધી જતાં હોય એ પછી ગોવા હોય કે ગંગટોક. ગોવામાં ઘણા મ્યુઝિયમ છે અને […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગોવામાં ગરબડ – 7 : ડેથ હોલ – કહેના ક્યા ચાહતે હો, આસાન ભાષામેં કહો..

‘ડેથ હોલ…’ એવી સૂચના લખેલું બોર્ડ હતું. ઉપર છતમાં એક ચોરસ કાણું હતું. અમે તો કંઈ અસ્ત્ર-શસ્ત્રના નિષ્ણાત ન હતા એટલે પહેલી નજરે ખબર ન પડી. મનમાં વિચાર આવ્યો કે કહેના ક્યા ચાહતે હો, આસાન ભાષામેં કહો.. અહીં કોઈ ગાઈડ-બાઈડ ઉપલ્બધ ન હતા. બોર્ડની નીચે સૂચના લખી હતી એ વાંચી તો સમજાયુ કે કોઈ ઘૂસણખોર […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગોવામાં ગરબડ – 6 -ગોવામાં સાંજ પડ્યે BAR સિવાય બહાર પણ રમઝટ બોલે છે..

સાંજ પડ્યે ગોવામાં એક અદૃશ્ય આફત ખડી થાય છે. એ આફતનો અનુભવ તો જ થાય જો તમે ચાલીને ક્યાંક જતા હો. મુખ્ય રોડ પર તો વાંધો ન આવે પરંતુ બાજુમાં ઉતરીને ક્યાંક જતાં હોઈએ તો આફતનો સામનો થયા વગર ન રહે. અમે પણ હોટેલથી જરા દૂર ઉતરીને ચાલીને જઈ રહ્યાં હતા. ત્યાં એ આફત આવી […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગોવામાં ગરબડ -5 : આજનું ગોવા એ ગઈકાલનું ગૌપુરી!

હોલિવૂડના સુપર સ્ટાર ટોમ હેન્ક્સની ફિલ્મ ‘દા વિન્ચી કોડ’ કે પછી ‘એન્જલ્સ એન્ડ ડિમન્સ’માં દર્શાવાય એવા ખિસ્ત્રી ધર્મના બાંધકામમાં અમે ગાઈડની પાછળ પાછળ આંટા મારી રહ્યાં હતા. પાઘડી પડી જાય એટલી ઊંચી છત જોઈને અચંબિત પણ થતાં હતા. ઊંચી દીવાલ અને છત પર બાઈબલની ગાથા કહેતા ચિત્રો, બન્ને બાજુ લાકડાનું કોતરકામ ધરાવતા કલાત્મ ઝરુખા, સામે […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગોવામાં ગરબડ -4 – ખોટી હોહો કર્યા વગર ‘હોહો બસ’માં ચડી જવું..

ભાગ- 4 ટેક્સીને કારણે ગોવાની મોંઘવારી મગજમાં નશાની માફક ચડી ગઈ હતી. એટલે અમને કોઈ કંઈ સસ્તુ બતાવે તો પહેલા તો એ વાત બનાવટી લાગતી. જેમ કે ગોવામાં આખો દિવસ કઈ રીતે ફરવું તેનું આયોજન કરતાં હતા ત્યાં ‘હોપ ઓન, હોપ ઓફ (હોહો)’ બસની વેબસાઈટ જોવા મળી. એમાં વિવિધ પ્રકારની આખા દિવસની સફરના રૃપિયા 300થી […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગોવામાં ગરબડ -3 : ટેક્સી-ચાલકમાં અમને શયલોકના દર્શન થયા

ભાગ-3 (બીજા ભાગની લિન્ક) ગોવા જનારા સૌ કોઈને ત્યાંના દરિયાકાંઠા, બિયર-ડ્રિંક્સ, પાર્ટી-શાર્ટી યાદ રહ્યા હોય કે ન હોય.. પણ ટેક્સી ચાલક (જો ભાડું પોતે ચૂકવ્યું હોય તો) અચૂક યાદ રહી ગયા હશે. ગોવાના વખાણ કરતાં ન થાકતાં લોકો ટેક્સીની ગરબડ વિશે ચેતવણી આપવાનું ભૂલી જાય છે!              શેક્સપિયરના જગવિખ્યાત નાટક ‘ધ મર્ચન્ટ ઓફ વેનિસ’માં વેપારી શયલોકની […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગોવામાં ગરબડ -2 : અચાનક અમે બ્લેકહોલમાં પ્રવેશ્યા!

ભાગ-2 (પહેલા ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=684) બ્રહ્માંડમાં કોઈ પરગ્રહ પર રોકેટ અસાધારણ ઝડપે આગળ વધી રહ્યું હોય અને અચાનક બ્લેક હોલમાં પ્રવેશે ત્યારે ચો-તરફ કેવો અંધકાર છવાઈ જતો હશે? એવો પ્રવાસ તો કોઈએ કર્યો નથી એટલે ખબર નથી, પરંતુ એવી સ્થિતિનો થોડો અનુભવ અમને થયો જ્યારે 80-90 કિલોમીટરની ઝડપે આગળ વધતી ટ્રેન અચાનક ટનલમાં પ્રવેશી.. એ જ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગોવામાં ગરબડ -1 : ટ્રેન ક્યા પ્લેટફોર્મ પર આવશે?

ગોવા જવું પણ વાયા કોંકણ થઈને… જેથી જગવિખ્યાત કોંકણ રેલવેની કમાલ જોઈ શકાય અને કોંકણ પ્રદેશના સૌંદર્યનું પાન પણ થઈ શકે. એટલે ગોવા જવા માટે ટ્રેન સફર પસંદ કરી હતી. એટલે અમે ટ્રેન સમયે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને પહોંચી ગયા. 23 જુલાઈ, 2018 ગાંધીધામથી શરૃ થઈને દક્ષિણમા છેક તિરૃનેલવેલી પહોંચતી ટ્રેન અમે પસંદ કરી હતી. […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

છારી ઢંઢઃ આગ લાગી ત્યારે અમે રણમાં કૂવો ખોદવા નિકળ્યા!

‘અરે બંધુ તમે જરા શાંત રહો..’ ‘હું તો પહેલેથી જ કહેતો હતો, આ રસ્તો ખોટો છે.’ ‘હું કચ્છી છું, પણ મનેય આ તરફનો રસ્તો ખબર નથી.’ ‘અહીં તો નેટવર્ક પણ નથી આવતું, રસ્તો કેમ શોધીશું… ફોન પણ નથી લાગતો’ અમે બધા પત્રકારો 3 ઈનોવામાં છારી-ઢંઢથી પરત ફરી રહ્યાં હતા. દૂર દૂર સુધી ફેલાયેલા અફાટ મેદાનો, […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

કનખલનું વિશ્વકર્મા મંદિર : શોધવા નીકળીએ તો શું મળે?

ધર્મનગરીમાં ખોવાયેલું આસ્થાનું ધામ   હરિદ્વાર પાસે આવેલા કનખલમાં એક પ્રાચીન વિશ્વકર્મા મંદિર આવેલું છે. કમનસિબે એ મંદિર ખાસ જાણીતું નથી. એટલે દાયકાઓ પહેલા તેને શોધવામાં ભારે તકલીફ પડી હતી અને આજે પણ એ મંદિર જાણીતું નથી બની શક્યું. એ મંદિર સુધી અમે કઈ રીતે પહોંચ્યા તેનો અનુભવ.. એ વર્ષ તો યાદ નથી પણ અંદાજે […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

દેવળિયા સફારી પાર્કઃ વેલકમ ટુ ધ લેન્ડ ઓફ લાયન

સિંહ દર્શન એટલે સાસણ અને સાસણ એટલે સિંહ દર્શન એવી વ્યાખ્યા વચ્ચે સાસણથી દસેક કિલોમીટર દૂર સિંહોનું નાનકડું સામ્રાજ્ય છેઃ દેવળિયા સફારી પાર્ક! નામ પ્રમાણે આ સફારી પાર્ક છે, માટે તેનુ બાંધકામ માનવસર્જીત છે પણ સિંહો અને જંગલ તો કુદરત-સર્જીત જ છે!     બહારનું દૃશ્ય સરળતાથી જોઈ શકાય એવી મોટી બારી અને મર્યાદિત સંખ્યામાં […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગીરમાં સિંહ છે.. અને સિંહ સિવાય બીજુ શું છે?

ગીરમાં સિંહ છે.. અને સિંહ સિવાય બીજુ શું છે?   ગુજરાતનાં બે ડઝન નેશનલ પાર્ક-અભયારણ્યો વચ્ચે ગીરનુ જંગલ બાદશાહી ભોગવે છે. દુનિયામાં આફ્રિકા બહાર સિંહો માત્ર ગીરમાં છે એટલે ગીર અને સિંહો એકબીજાની ઓળખ બની ગયા છે. પણ ગીરમાં સિંહો સિવાય જોવા જેવું ઘણું છે.. સિંહનો શિકાર કરવા પહોંચેલા કુંવરનું શું થયું? ૧૯૩૦માં રાજકોટની ગાદી […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

હિમસાગર એક્સપ્રેસ : ઉત્તરથી દક્ષિણ સુધી ભારતના બે ભાગ પાડતી રેલગાડી

હિમસાગર એક્સપ્રેસ : ઉત્તરથી દક્ષિણ સુધી ભારતના બે ભાગ પાડતી રેલગાડી ભારતમાં એક સમયે સૌથી લાંબી ટ્રેન તરીકે ‘હિમસાગર એક્સપ્રેસ’નો દબદબો હતો. પોણા 3 દાયકા સુધી એ ટ્રેન ભારતની સૌથી લાંબા રૃટની ગાડી હોવાનો દરજ્જો ભોગવી ચૂકી છે. ટ્રેન નંબર ૧૬૩૧૭ અને ૧૬૩૧૮. સપ્તાહમાં એક વાર ઉપડે છે અને બ્રોડગેડ લાઈન પર દોડે છે. શરૃ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

દેશના કેન્દ્રમાં આવેલા કાન્હા નેશનલ પાર્કની સફર

  મધ્ય પ્રદેશનું કાન્હા નેશનલ પાર્ક દેશનું પ્રતિષ્ઠિત વાઘ અભયારણ્ય અને વાઘના દર્શન માટેનું મહત્વપૂર્ણ સ્થાનક છે. વાઘ ન જોવા મળે તો પણ જંગલની રખડપટ્ટી ભારે રસપ્રદ થઈ પડે એમ છે. ૧૭ ડિસેમ્બર, ૨૦૧૦ હું અને મીના ક્યારના રાહ જોતાં હતાં. ટ્રેનની બારીમાંથી નજર દોડાવતાં હતાં.. જબલપુર લખેલું પીળું બોર્ડ ક્યાંય દેખાય છે. ગઈ કાલે […]

Read More