RAKHADPATTI/પ્રવાસકથા

RAKHADPATTI/પ્રવાસકથા

ઉદયપુર – સિટી પેલેસની સફર… ભાગ -1

ઊંચાઈ પર જાત-જાતના ઝરૃખા, મીનારા અને બાલ્કની… ડોન્ટ વરી ત્યાં જઈને પણ જોવા મળશે ત્યાંથી શહેર કેવું દેખાય છે એ.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

National War Memorial : યે ધરતી હે બલિદાન કી…

સ્મારક મુખ્ય બે ભાગમાં ફેલાયેલું છે. એક ભાગ પરમવીર ચક્ર વિજેતાઓને સમર્પિત છે, જ્યારે બીજો ભાગ વિવિધ યુદ્ધમાં શહીદ થયેલા જવાંમર્દોને અંજલિ આપે છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ભારતના પ્રથમ Marine National Parkની મુલાકાત

જ્યારે ઓટ ન હોય અને આ પરવાળાના ટાપુ દેખાતા નથી, ત્યાં પાણી ફરી વળે છે. એ વખતે સમુદ્રની અંદરના સજીવો તો જોવા નથી મળતા, પણ નિરાશ થવાની જરૃર નથી, ત્યારે સમુદ્રી પક્ષીના ઝૂંડ અહીં હાજર હોય છે. પક્ષીઓની પ્રજાતિ પણ 200થી ઓછી નથી.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

દક્ષિણ આફ્રિકાના પ્રાઈવેટ જંગલની સફર

ખાનગી વિકલ્પો પણ છે, સરકારી પણ છે. સરકારી જંગલોને વધુ પ્રવાસીઓ મળે એટલે ખાનગી પર કોઈ વધારાના નિયમો કે પાબંદી નથી. હા, પર્યાવરણ-જંગલ ખાતા દ્વારા તૈયાર કરેલા નિયમો છે, એ સૌ કોઈએ પાળવાના છે. પછી બનાવો તમતમારે તમારુ જંગલ અને મોજ કરો!

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

કુંભલગઢ : રાણા પ્રતાપના જન્મસ્થળનો પ્રવાસ

ઉદયપુરથી 80 કિલોમીટર ઉત્તરે આવેલો કુંભલગઢના કિલ્લાના કાંગરે કાંગરે ગૌરવગાથા છૂપાયેલી છે. કિલ્લાની બે ઓળખ વધારે જાણીતી છે, એક તેની 36 કિલોમીટર લાંબી દીવાલ અને બીજી ઓળખ રાણા પ્રતાપનું જન્મસ્થાન… કિલ્લાનું મુખ્ય કામ યુદ્ધ અથવા તો સંકટ સમયે રાજ્યને રક્ષણ આપવાનું છે. હવે રાજાશાહી નથી એટલે કિલ્લાનો આ ઉપયોગ રહ્યો નથી. પરંતુ રાજાશાહી વખતે રાજ્યને […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

હલ્દી ઘાટી : રાણા પ્રતાપની પરાક્રમગાથા રજૂ કરતી ભૂમિ

ઉદયપુરથી પચાસેક કિલોમીટર દૂર આવેલું હલ્દી ઘાટી નામનું સ્થળ ભારતના ઈતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ભોગવે છે. મોગલ સામ્રાજ્ય સામે ભલભલા રાજા-મહારાજા માથું ટેકવતા હતા ત્યારે રાણા પ્રતાપે મસ્તક ઝુકાવવાની ના પાડી. પરિણામ? પરિણામે જે થયું એ જાણવા ચાલો હલ્દી ઘાટી.. 18 જુન, 1576. ઉત્તરેથી મોગલ સામ્રાજ્યનું સૈન્ય અને દક્ષિણેથી મેવાડના રાણા પ્રતાપના લડવૈયાઓ સામસામે આવ્યા એ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ચાંપાનેર: 500 વર્ષથી ખાલી પડેલા નગરની સફર

. ભગવાન શિવના એક સ્વરૃપ લકુલિશનું મંદિર ચાંપાનેરનો જ હિસ્સો હોવા છતાં તેની બાંધણી, કોતરણી અને સમયગાળો અલગ હોવાનું સમજતાં વાર લાગે એમ નથી. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે લકુલીશનુ એ મંદિર ચાંપાનેરનું સૌથી જૂનું બાંધકામ છે, છેક દસમી સદીનુ. એટલે કે એક હજાર વર્ષ પુરાણું.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

જાફરાબાદ – રંગીન મકાનોનું નગર

જાફરાબાદની બે શેરી (નાના ઊંચાણિયા, મોટા ઊંચાણિયા) કલાત્મક અને કલરફૂલ મકાનોનો વારસો જાળવીને ઉભી છે. વિકાસના નામે હજુ સુધી એ મકાનો તોડી પાડીને વિસ્તાર રિનોવેટ કરી નથી દેવાયો. એ માટે જાફરાબાદના રહેવાસીઓ ધન્યવાદને પાત્ર છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ડોન : ગુજરાતના સૌથી ઊંચા ગામની સફર

ડોનનું મહત્ત્વ ખાસ તો ચોમાસા વખતે વધી જાય છે. ચોમસામાં ડોનના છેવાડે એક ધોધ પડવો શરૃ થાય છે. પહાડીમાંથી કામચલાઉ ધારા વહી નીકળે છે. એ ધોધને કારણે ડોનની લોકપ્રિયતામાં છેલ્લા થોડાક વર્ષથી જબ્બર ઉછાળો આવ્યો છે. સાપુતારા કરતા કંઈક અલગ જોવા સફર કરવા ઈચ્છતા લોકો ડોન તરફ નીકળી પડે છે.

Read More
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા

ભરતવન-સીતાવન : નીલ ગગન સે ભી પરે હૈ…

વળાંકદાર વેલાઓ તમારા માથા સાથે ન ભટકાય એનું ધ્યાન રાખીને તમારે આગળ વધવાનું છે. ક્યાંય સીધો સપાટ રસ્તો હોવાનો તો સવાલ નથી. દસેક ફીટથી વધારે દૂર ન દેખાય એવા વળાંકો છે તો વળી પંદર-પચીસ ફીટના ઉતરાણ અને એવા જ ચઢાણ પણ આવે છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

દુબઈ ભાગ 4 – રણમાં ઉગેલી મોંઘેરી અમિરાત

જોવાની વાત એ છે કે હજુ અડધી-પોણી સદી પહેલા રણના એ રેતાળ પ્રદેશ તરફ નજર કરવા કોઈ તૈયાર ન હતું. આજે ત્યાંથી દુનિયાની નજર હટી શકે એમ નથી. કંઈ ન હોય ત્યાં બધુ જ કેમ સર્જી શકાય, શૂન્યમાંથી સર્જન કોને કહેવાય તેનું દુબઈથી મોટું ઉદાહરણ મળવું મુશ્કેલ છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

દુબઈ ભાગ 3 – કૃત્રિમ બાંધકામોની કમાલ નગરી

દુબઈ પાસે જમીન મર્યાદિત છે. ત્યાંના શાસકોએ ભવિષ્યની જરૃરિયાતને પહોંચી વળવા માટે દરિયા કાંઠે પૂરાણ શરૂ કરી એક પછી એક બાંધકામ ખડકી દીધા. એટલેથી પણ વાત પૂરી ન થઈ એટલે કદાવર કૃત્રિમ ટાપુ બનાવી નાખ્યો. એ ટાપુ આજે ‘પામ જુમૈરાહ’ તરીકે ઓળખાય છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

દુબઈ ભાગ 2 – બુર્જ ખલિફા અને ધ ગ્રાન્ડ મોલ

મકાન દેખીતા તો ઊંચુ લાગે પણ અહીં તેનો અનુભવ કરવા માટે બીજી પણ એક રીતે છે. ટાવરની મુલાકાત વખતે થર્મોમિટર હાથવગું રાખવુ જોઈએ. ગ્રાઉન્ડ ફ્લોર પર જેટલું તાપમાન નોંધાશે તેના કરતા ટોચ પર પહોંચ્યા પછી અંદાજે 6 ડીગ્રી તાપમાન ઓછુ જોવા મળશે. ઊંચાઈ વધતી જાય એમ તાપમાન ઘટતું જાય એ વિજ્ઞાનનો સિદ્ધાંત અહીં બહુ સહેલાઈથી અનુભવી શકાય છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

દુબઈ : ભાગ 1 – સિટિ ઓફ સુપરલેટિવ્સ!

આ બધી શ્રેષ્ઠતાઓને કારણે દુબઈને ‘સિટિ ઓફ સુપરલેટિવ’ ઉપનામ મળ્યું છે. દુબઈની વસતી 27 લાખ છે, પણ વર્ષે પ્રવાસી આવે એનો આંકડો 1.6 કરોડ થાય છે. એ પ્રવાસીઓમાં આપણે શામેલ થઈએ તો દુબઈમાં શું શું જોવા-માણવા-અનુભવવા જેવું છે?

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

જેસલમેર-4 : સરહદનું સંરક્ષણ કરતી માતા તનોટના દરબારમાં

અમારો વિચાર હતો કે એકાદ ઢૂવા પાસે ગાડી ઊભી રાખીને જાત-અનુભવ લઈએ. પરંતુ અમે કયા ઢૂવા પર ચડવું, 50-60 ફીટ ઊંચા ઢૂવા પર ચડવામાં ખતરો કેવો હોઈ શકે તેની ચર્ચા કરવી, રેતીમાં પગ ખૂંપવા માંડે તો શું કરવું, ઢૂવા પર ચડતી વખતે જ પવન વધારે આક્રમક બને તો…વગેરે પ્રશ્નોની ચર્ચા કરતા હતા. અમારી એ ચર્ચા જોકે ફાલતુ હતી. કેમ કે આ રેતીમાં એવો કોઈ ખાસ ખતરો ન હતો. એ વાતની અમને ક્યાંથી ખબર હોય?

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

જેસલમેર-3 : હવેલી બહારના શહેરની સફર

અમારા જેવા ચાર-પાંચ ઝૂંડને બાદ કરતા કોઈ હતું નહીં. અમે રખડતા રખડતા સામે કાંઠે પહોંચ્યા. ત્યાં અમને એક પરદેશી પ્રવાસી મળ્યા. તેમની દાઢી વધેલી હતી, ખભે એક દેશી થેલો હતો, પગમાં ચપ્પલ…અમને કોઈ ફકીર જેવા લાગ્યા… પરદેશી પ્રવાસીઓ ભારતમાં આવીને ઘણી ગરબડો કરતાં હોય છે. એવા કોઈ આ ભાઈ હશે?

Read More