ખાનદાની બહારવટિયા રામવાળાએ જ્યાં પ્રાણ ત્યજ્યા હતા એ જગ્યાએ પહોંચવુ આજે પણ અઘરું છે, કઈ રીતે પહોંચી શકાય એ જાણો.. 3
- waeaknzw
- March 23, 2019
. ત્રણેક કિલોમીટર ચાલવુ એ કંઈ મોટી વાત નથી, પણ જંગલમાં, પથ્થરો ખૂંદતા, સાંકડી કેડી પર ચાલવાનું હોય તો એ ઘણી મોટી વાત છે. એમ આસાનીથી ત્રણ કિલોમીટરનો રસ્તો પૂરો થતો ન હતો. એકાદ કલાક ચાલ્યા પછી તો એમ થયું કે ભૂલા નથી પડ્યા ને! પવન ફૂંકાય અને પાંદડા હલબલે ત્યારે પર્ણમર્મર સંભળાતો હતો. એ સિવાય કોઈ અવાજ ન હતો. રસ્તા પર દોરેલા ઈશારા જોઈને એ મુજબ ચાલતા હતા.
Read Moreજેસાજી અને વેજાજી રહેતા હતા એ મહેલ દિવસે કોઈને દેખાતો ન હતો : આજે પણ ત્યાં અવશેષો છે કોઈ બાંધકામ નથી-2
- waeaknzw
- March 22, 2019
ત્યાં જે ખડક છે, તેમાં એક પ્રકારનો ગુંદર જામે છે. એ ગુંદરનું જાણીતું નામ શિલાજીત (શીલા પર ઉગતો ગુંદર) છે. કોઈ મનુષ્ય એ પાડી શકે એમ નથી, કેમ કે એવી કપરી જગ્યાએ ઉગે છે. વાંદરાઓ જ તેમને ખાઈ જતા હશે.
Read Moreપાંચસો વર્ષ પહેલા ગુજરાતી બહારવટિયા જેસાજી-વેજાજી રહેતા હતા એ સ્થળ ક્યાં છે, કેવું છે? ચાલો ખાનદાનીની સફરે… – 1
- waeaknzw
- March 20, 2019
જ્યાં કોઈ જતું ન હતું, એવા આ સ્થળે જઈને આ લોકોને શું કરવું હશે એ બધાને સવાલ થતો હતો. પણ ઘણી વખત જ્યાં કોઈ ન જતું હોય ત્યાંથી કંઈક મળે ખરા. આવા સ્થળોની મુલાકાત લેવા પાછળનો મારો ઈરાદો લખવા માટે નવી સામગ્રી મળે એવો હોય અને જંગલમાં નવું સ્થળ જોયાનો આનંદ થાય એવો પણ હોય. એટલે પછી ત્યાં શું હશે તેની પરવા કર્યા વગર નીકળી પડ્યા.
Read Moreઅમેરિકા જવું છે, વિઝામાં પાસ થવું છે! તો વાંચો…
- waeaknzw
- March 6, 2019
અમેરિકા જનારા અનેક લોકોના વિઝા રિજેક્ટ થતા હોય છે. અમેરિકાનું વિઝા ધોરણ સૌથી કડક છે. એ કડકાઈમાંથી પાસ કેમ થવું તેનું માર્ગદર્શન ગુજરાતી એડવોકેટ રમેશ રાવલે પોતાના પુસ્તક ‘અમેરિકાના વિઝિટર વિઝા : સવાલ-જવાબ’માં આપ્યુ છે.
Read More18 કરોડ વર્ષ પહેલાંના જગતમાં લઈ જતું કચ્છનું અવશેષારણ્ય!
- waeaknzw
- February 22, 2019
કચ્છની ધરતી અનેક ભૌગોલિક ઉથલ-પાથલની સાક્ષી રહી છે. પરંતુ તેનો કોઈ બેસ્ટ નમૂનો હોય તો એ આ ફોસિલ પાર્ક અને રણનું મિશ્રણ ધરાવતો નિર્જન વિસ્તાર છે. ધોળાવીરાથી પાર્ક સુધી જતાં રસ્તામાં એકાદ વ્યક્તિ માંડ મળે, જે પશુપાલક જ હોય. અહીં કોઈ દુકાન કે બીજી સુવિધાનો સવાલ નથી. એમાં પ્રવાસીઓને રસ ન પડે તેની કોઈ નવાઈ નથી. પરંતુ જ્ઞાન-સફર પર નીકળ્યા હોય એમના માટે આ સ્થળ અચૂક જોવા જેવું છે.
Read Moreફ્લેશ લાઈટના અજવાળે જગતનાં સૌથી જૂનાં ફોટો સ્ટુડિયોની શોધ
- waeaknzw
- February 18, 2019
બહાર નીકળી એક કલકતાની ઓળખ બનેલી પીળી ટેક્સી શોધી. ડ્રાઈવર બાબુમોશાયને સરનામું સમજાવ્યું, તો કહે કે મેં એવો કોઈ સ્ટુડિયો જોયો નથી. જ્યાં અંગ્રેજ ઈતિહાસના અનેક મહત્ત્વપૂર્ણ ફોટોગ્રાફ્સ કાળા-ધોળા થયાં હતા એ જગ્યાનું સરનામું શોધવામાં મુશ્કેલી પડતી હતી.
Read MoreJapan – Silent, Systematic and Disciplined Nation
- waeaknzw
- February 2, 2019
There’s a striking similarity between Japanese culture and Indian culture – Sitting upright on the floor while eating, removal of shoes before entering the house, tea-drinking habit, use of vegetables in daily diet, vow-making and vov-fulfilling rituals etc;
Read More‘દાંડી સ્મારક પ્રોજેક્ટ’ શા માટે ભારતનો સૌથી અઘરો પ્રોજેક્ટ ગણવો જોઈએ?
- waeaknzw
- January 29, 2019
આજે માનવા જેવી ન લાગે એવી સમસ્યા જ્યારે આ પ્રોજેક્ટ આઈઆઈટી મુંબઈને સોંપવામાં આવ્યો ત્યારે સામે આવી હતી. કારણ એટલું જ કે દાંડીયાત્રા 1930માં થઈ, ત્યારે તેના મર્યાદિત ફોટોગ્રાફ્સ પડ્યા હતા. વળી ફોટા હતા એમાં ગાંધીજી, પ્યારેલાલ વગેરે મુખ્ય નેતાઓને વધારે મહત્ત્વ મળ્યું હતુ. બીજી તરફ દાંડીના સૈનિકો કુલ 81 હતા. એ 81ના ચહેરા તો ઠીક, નામ પણ યાદ ન હોય. તો પછી તેમના પૂતળાં કઈ રીતે બનાવવા?
Read Moreનેતાજી ભવન : સુભાષબાબુના ભારતમાં છેલ્લાં પગલાં!
- waeaknzw
- January 23, 2019
દેશમાં નેતાઓનો પાર નથી, પરંતુ નેતાજી કહી શકાય એવો એક જ વીર હતો, સુભાષચંદ્ર બોઝ. કલકતાના એલજિન રોડ ઉપર આવેલું ‘નેતાજી રિસર્ચ બ્યુરો’ નામનું મકાન નેતાજી ભવન તરીકે વધુ જાણીતું છે અને સુભાષબાબુના પિતા જાનકીનાથ બોઝે 1909માં બંધાવ્યુ હતુ.
Read Moreસુંવાળીની સફર : સમયાંતરની સર્જનકથા
- waeaknzw
- January 16, 2019
સુરત પાસે આવેલું સુંવાળી ભારતના ઈતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કેમ કે 1608માં બ્રિટિશરોનું જહાજ ભારત આવ્યું ત્યારે સૌથી પહેલાં સુંવાળીના કાંઠે ઉભું રહ્યું હતુ. એ વાત વિગતવાર સમયાંતર (13 જાન્યુઆરી, 2019)માં કરી. આ રહી તેની લિન્ક.. અહીં એ સમયાંતરની સર્જનકથાની કેટલીક તસવીરો રજૂ કરી છે.
Read MoreMiami : America’s most glamorous paradise
- waeaknzw
- January 5, 2019
That’s Miami! A world famous tourist attraction. It’s a popular location for the filming and setting sofa number of Hollywood films, including Bond movies. The city of Miami is a hometown of celebrities like Shakira, Eva Mendes, Dwayne Johnson, Sofía Vergara.
Read Moreજાપાન પ્રવાસ – 20 : હવે ઘરભેગા ક્યારે થવાના?
- waeaknzw
- December 25, 2018
જાપાની ભાષા સ્વાભાવિક રીતે બધાને ન આવડતી હોય. એટલે પરિચારિકા દેવી હાથમાં ટિકિટ અને પાસપોર્ટનું ક્યું પાનું ઓપન રાખવાનું છે, તેનું ચિત્ર લઈને ઉભી હતી. અમે ગેટ પર પહોંચ્યા ત્યારે દસ જ સેકન્ડમાં અંદર પહોંચી ગયા. કારણવગર તમારો અને એમનો સમય બગડે એવી કોઈ વ્યવસ્થા એ પ્રજાએ રાખી જ નથી.
Read Moreજાપાન પ્રવાસ – 19 : જાપાની ટોઈલેટ ટેકનોલોજી
- waeaknzw
- December 24, 2018
જાપાનમાં સરેરાશ ટોઈલેટ રૃમ પણ મોટો હોય છે. જો રેલવે કે કોઈ જાહેર જગ્યાનું ટોઈલેટ હોય તો બધી સૂચના જાપાની ઉપરાંત ચિત્ર સ્વરૃપે પણ રજૂ કરી હોય. કોઈને જાપાની ન આવડે તો ચિત્ર જોઈને સમજી શકે. ટ્રેનમાં તો વળી ટોઈલેટ વિસ્તાર ખાસ્સો મોટો અને મહિલા સાથે બાળકો, નાનું બાળ હોય તો તેને સુવડાવવા માટે અલગ સિટ પણ ખરી.
Read Moreજાપાન પ્રવાસ – 18 : Japanમાં ગુજરાતી ચાનો સમારોહ
- waeaknzw
- December 22, 2018
જૂના યુગમાં જ્યારે શોગનો (રાજા)નું શાસન હતું, ત્યારે ટી-સેરેમની ખાસ મહત્ત્વની રહેતી. બે પક્ષ વચ્ચે કંઈ બબાલ હોય તો સમાધાન માટે ટી-સેરેમની યોજાય. એ સેરમની સમય સંજોગો મુજબ અડધીથી દોઢ-બે કલાક સુધી ચાલે.
Read Moreજાપાન પ્રવાસ- 17 : ‘મેડ ઈન જાપાન’ ગુજરાતી રોટલી
- waeaknzw
- December 21, 2018
એ રેસ્ટોરામાં જાપાની લોકો જમવા આવતા હતા. એ દરેક જાપાની તો કંઈ ભારતીય કલ્ચરથી વાકેફ ન હોય ને.. જેમ આપણે મેક્સિકન ટાકો ખાઈ છીએ પણ એ કેવા સંજોગોમાં ખવાય એની જાણકારી ક્યાં હોય છે? એટલે મેનુમાં જાપાની પ્રજાના જ્ઞાનાર્થે વિગત લખી હતી કે ‘પનીર’ એટલે શું? એવી રીતે બીજી (એમના માટે) અજાણી ચીજોના પણ વર્ણન હતા.
Read Moreજાપાન પ્રવાસ -16 : નથી જોઈતો મારે આ તાજ!
- waeaknzw
- December 19, 2018
એમ્પેરર માટે ખાસ પ્રથા-રીત-રિવાજ નક્કી થયેલા છે. જે કોઈ શહેનશાહ બને તેમણે એ પ્રમાણે વર્તવું ફરજિયાત છે. એ બધી રીત-ભાતનું પાલન કરવું અઘરું પડે છે. જેમ કે ખાસ પ્રકારનો પોશાક પહેર્યા સિવાય શહેનશાહ કે રાજવી પરિવારના અન્ય સભ્યો બહાર નીકળી શકતા નથી. એટલે કે રાણી સાહિબાએ રોજ રોજ સાડી જેવો ભારેખમ જાપાની ડ્રેસ કિમોનો જ પહેરવો પડે.
Read More