Mahakal Lok : ભારતના કેન્દ્રમાં બનેલું મહાકાલેશ્વર મહાદેવનું ભવ્ય ધામ

ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર આખા દેશના શિવભક્તોમાં લોકપ્રિય છે. એમાં પણ ત્યાં થતી ભસ્મ આરતીમાં ભાગ લેવા તો લાંબી લાઈન હોય છે. એ મંદિર સાંકડી જગ્યામાં હતું. તેનું રિનોવેશન કરીને હવે આખા વિસ્તારને મહાકાલ લોક નામ આપવામાં આવ્યું છે. માટે અહીં વર્ષે દોઢ કરોડ ભક્તો આવે છે તેના બદલે 3 કરોડ જેટલા ભક્તો સમાવી શકાશે.

  • સમગ્ર કેરિડોર પાછળ રૃપિયા 865 કરોડનો ખર્ચ કરાયો છે.
  • આખો વિસ્તાર 47 હેક્ટરમાં ફેલાયેલો છે.
  • ભક્તો 946 મીટર લાંબી કેરિડોરમાં થઈને મંદિર સુધી પહોંચી શકશે.
  • પ્રવેશ કેરિડોરમાં 25 ફૂટ ઊંચી અને 500 મીટર લાંબી દીવાલ બનાવાઈ છે.
  • દીવાલ પર ઠેર ઠેર શિવમૂર્તિઓ, શિલ્પો, ચિત્રો છે.
  • કુલ 108 શિવ સ્તંભોનું નિર્માણ કરાયુ છે.
  • મંદિર પરિસરમાં કમંડળ કૂંડ, લેકફ્રન્ટ, ઓપન એર થિએટર વગેરે સુવિધાઓ છે.
  • દીવાલ પરના ભીંત શિલ્પોમાં શિવ પુરાણની કથાઓ વણી લેવાઈ છે.
  • ભસ્મ આરતી પછી શિવલિંગનો દેખાવ અમુક અંશે ડરામણો લાગતો હોય છે. માટે આ સૌથી વધારે પ્રભાવશાળી મહાદેવ મંદિર પણ ગણાય છે.
  • ઉજ્જૈનની ક્ષીપ્રા નદીના કાંઠે દર 12 વર્ષે કુંભ મેળો પણ ભરાય છે. ત્યારે દેશ વિદેશમાંથી કરોડો ભક્તો અહીં આવે છે.
  • ગુજરાતથી ઉજ્જૈન નજીક હોવાથી પ્રવાસીઓ શનિ-રવિની રજામાં પણ ત્યાં જઈ શકે છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *