અમરનાથ યાત્રા શરૃ થશે 30મી જૂનથી, પ્રવાસ સબંધિત તમામ વિગતો

અમરનાથ યાત્રા ૨૦૨૨ની તારીખો જાહેર થઈ ગઈ છે. ૩૦મી જૂનથી યાત્રા શરૃ થશે. તેની તમામ માહિતી અહીં વાંચો..

પ્રવાસની પ્રાથમિક માહિતી

  • યાત્રા ૩૦મી જૂનથી શરૃ થઈ ૧૧મી ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસે પુરી થશે. કુલ મળીને ૪૩ દિવસ યાત્રા ચાલશે.
  • રજિસ્ટ્રેશન વગર કોઈ પ્રવાસીને પ્રવેશ નહીં મળે. રજિસ્ટ્રેશન નક્કી કરેલી બેન્કમાં કરાવવાનું હોય છે. આખા દેશમાં બ્રાન્ચો નક્કી કરવામાં આવી છે. ગુજરાતના પણ મોટા ભાગના શહેરોની બેન્કમાં રજિસ્ટ્રેશન કરી શકાય છે.
  • બાબાની ગુફા ૧૨,૭૦૦ ફૂટ ઊંચી છે, પણ રસ્તામાં ૧૫ હજાર ફૂટ સુધીની ઊંચાઈએ જવું પડશે.
  • ૧૩ વર્ષથી નીચેના પ્રવાસી, ૭૦ વર્ષથી વધુ ઉંમરના પ્રવાસી અને ૬ સપ્તાહથી વધારે પ્રેગનન્સી હોય એવી મહિલાઓ ભાગ નહીં લઈ શકે.
  • પ્રવાસીઓ માટે કમ્પલસરી હેલ્થ સર્ટિફિકેટ ઈસ્યુ કરવામાં આવે છે. એ ફરજિયાત છે. એ સર્ટિફિકેટ નક્કી કરેલા ડોક્ટર્સ પાસેથી મેળવી શકાશે. એ ડોક્ટર-મેડિકલ સંસ્થાઓનું લિસ્ટ અમરનાથ શ્રાઈન બોર્ડની વેબસાઈટ પર છે.
  • યાત્રીઓને રજિસ્ટ્રેશન પ્રમાણે કલર કોડ અને દિવસ ફાળવવામાં આવશે. એ દિવસે જ પ્રવાસ કરી શકાશે.
  • પ્રવાસીઓ ગ્રૂપમાં પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે. એ રીતે નક્કી કરેલા રૃટથી પણ અલગ પ્રવાસ નહીં કરી શકાય.
  • રજિસ્ટ્રેશન વિશેની સૂચના અને પ્રક્રિયા www.shriamarnathjishrine.com/ની વેબસાઈટ પર પણ આપવામાં આવી છે.
  • યાત્રા રજિસ્ટ્રેશન ફી ૨૨૦ રૃપિયા છે.
  • પ્રવાસીઓ માટે હેલિકોપ્ટર સેવા પણ ઉપલબ્ધ છે, એ માટેની વિગતો 91-194-2323246 પરથી મેળવી શકાશે. કુલ મળીને ૩ કંપની હેલિકોપ્ટર સર્વિસ ચલાવે છે.
  • અમરનાથ શ્રાઈન બોર્ડે પોતાની મોબાઈલ એપ બનાવી રાખી છે. ગૂગલ પ્લે સ્ટોરમાં Shri Amarnathji Yatra સર્ચ કરવાથી એપ મળી શકશે.
  • સુરક્ષા માટે આ વખતે પ્રવાસીઓને ખાસ રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન (RFID) ટેગ આપવામાં આવશે.
  • યાત્રા દરમિયાન ખોરાક-પાણી અને રહેવા માટે કેટલાક વિકલ્પો મળશે. રાત રોકાવવાની થાય તો ૨૫૦થી ૧૦૦૦ રૃપિયામાં રાતવાસાની સગવડ મળે છે. આ ભાડું અમરનાથ યાત્રા બોર્ડ દ્વારા નક્કી થયેલું છે.
  • યાત્રાના કુલ બે રસ્તા છે.
    o પહેલગામ-બાલતાલ-દોમેલ-બરારી-સંગમ-ગુફા.
    o પહેલગામ-પિસ્સુ ટોપ-જોજીબલ-નાગકોટી-શેષનાગ-વારબલ-મહાગણેશ ટોપ-સંગમ-ગુફા

પ્રવાસીઓ માટે સૂચના

  • જમ્મુ-કાશ્મીર સરકાર અને અમરનાથ બોર્ડે પ્રવાસીઓ માટે સૂચનાઓ આપી છે.
  • રોજ-સવાર સાંજ ૪-૫ કલાક ચાલવુ, જેથી યાત્રા વખતે શરીરને ઓછી મુશ્કેલી પડે.
  • ઊંડો શ્વાસ લેવાની કસરત કરવી, જેથી ઊંચાઈ પર શ્વાસોશ્વાસમાં તકલીફ ઓછી થાય.
  • ગરમ કપડાં, છત્રી-રેઈનકોટ વગેરે સાથે રાખવું. તાપમાન ક્યારેક પાંચ ડીગ્રી સુધી નીચે જશે.
  • આઈકાર્ડ સાથે રાખવું.
  • દરેક પ્રવાસી પોતાના ખિસ્સામાં પોતાનું નામ, સરનામું, યાત્રાની તારીખ, રજિસ્ટ્રેશન નંબર વગેરે નોંધેલો કાગળ અવશ્ય રાખે.
  • ચાલવા માટે લાકડી, જેકેટ અને ખોરાક સાથે રાખવો.

અમરનાથ યાત્રા રજિસ્ટ્રેશન માટે બેન્ક લિસ્ટ
  • થેલા પણ વોટરપ્રૂફ હોય એવા સાથે લેવા.
  • સામાન ઉપાડનારા મજૂરો અને ખચ્ચર વગેરેની આસપાસ જ ચાલવુ જોઈએ. ગમે ત્યારે ગમે તે સામાનની જરૃર પડી શકે છે.
  • મહિલાઓએ જિન્સ જેવા વસ્ત્રો પહેરવાનું ટાળવું.
  • રસ્તામાં ઠેર ઠેર જાહેર સૌચાલયો ગોઠવાયેલા હશે.
  • કોઈ પ્રકારના શોર્ટ-કટ રસ્તાનો ઉપયોગ ન કરવો.
  • સ્લીપરનો ઉપયોગ ન કરવો, પહાડી વિસ્તારમાં ચાલે એવા બૂટ પહેરવા.
  • રસ્તામાં જ્યાં-ત્યાં કચરો નાખવો નહીં.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *