સફારી 11 : ત્વચા ગોરી કરવા ફલાણુ ક્રીમ લગાડો –હવે સફારીમાં જાહેરખબરો કેમ નથી આવતી?

હવે શબ્દનો મતલબ  એટલો જ કે એક સમયે સફારીમાં કેટલીક મર્યાદિત વ્યાપારીક જાહેરખબરો આવતી હતી. હવે સફારીએ સદંતર જાહેરખબરો બંધ કર્યા પછીય વાચકો આગ્રહ કરતાં રહે છે કે શા માટે નથી લેતા જાહેરખબર?

સફારીના 35 વર્ષ – ભાગ 11 (દસમાં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=467)

એક જિજ્ઞાસુ વાચકે તો એવુ પૂછ્યુ કે તમારા પ્રકાશનોની જાહેરખબર લો છો, તો બીજી વ્યાપારી જાહેરખબર લેવામાં શો વાંધો? તેનો જવાબ અંક નંબર ૨૨૩માં સફારીએ આપ્યો છે –‘ઘણીખરી વ્યાપારી જાહેરખબરો ગેરમાર્ગે દોરનારી હોય છે અગર તો તેમના દાવાઓમાં અતિશયોક્તિ હોય છે. અમુક યા તમુક પીણા વડે ઊંચાઈ વધારો, ત્વચા ગોરી કરવા ફલાણુ ક્રીમ લગાડો, વધુ પાવરફુલ મોટર બાઈક ખરીદો અને વધુ સ્પીડે ભગાવો વગેરે જેવી જાહેરખબરો છાપીને આવક મેળવવાનો અર્થ નથી.’ અગાઉ પણ એક વાચકે આવો સવાલ કર્યો ત્યારે ૧૬૮મા અંકમાં સફારી તેઓ વ્યાજબી અને વિગતવાર ખુલાસો કર્યો હતો.

આગળ નોંધ્યુ એમ સફારીનો શરૃઆતી કાળ ભારે સંઘર્ષપૂર્ણ હતો. એટલે જે જાહેરખબરો લીધી એ ન લીધી હોત તો પાંચમાં પ્રયાસે પણ સફારી માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું હોત. જોકે એ જાહેરખબરોમાં પણ ચોક્કસ લેવલ જળવાતુ હતું. બાળ-ઉપયોગી સામગ્રી હોય અને જેનાથી નુકસાન ન થાય એમ હોય એવી જ જાહેરખબરો ઘણું કરીને આવતી હતી. જેમ કે ‘અંકુર હોબી સેન્ટર’, ‘ગજાનન હોબી સેન્ટર’, ‘મશર ઈલેક્ટ્રોનિક ઈન્સ્ટીટયૂટ…’ વગેરે જેવી. તો વળી પ્રિન્ટિંગ ટેકનોલોજી અને કાગળ સબંધિત જાહેરખબરો પણ આપણે સૌએ જોઈ છે. પણ કોઈ નુકસાન પહોંચાડે એવી પ્રોડક્ટ-સેવાની જાહેરખબર આવી નથી. ક્યારેક આખા પાંનાની જાહેરખબર પણ આવતી. જેમ કે અંક નંબર ૧૦૦માં ‘ઊંજા શંખપુષ્પી’ની આખા પાનાંની જાહેરાત હતી. એ પહેલાં ૯૨ અંકના ત્રીજા કવર પર ‘ગાંધી એસોસિએટ્સ’ની ફૂલ પેજ કલરીંગ એડવર્ટાઈઝમેન્ટ હતી. સંભવત ૧૫૦મા અંક પછી સફારીએ જાહેરખબરો લીધી નથી. એ અંકમાં પ્રિન્ટિંગ પ્રેસની એડ હતી.

આર્થિક ઉપાર્જન થાય એવી કમર્શિયલ જાહેરખબર હવે સફારી નથી લેતું. પણ ક્યારેક લોકહિતમાં હોય તો કેટલીક જાહેરખબરો વિનામૂલ્યે છાપી છે. છેલ્લે આવી વિનામૂલ્યે છપાયેલી જાહેરખબર ૨૩૨મા અંકમાં હતી. એ એડ આર્થિક રીતે પછાત બાળકોને અક્ષરજ્ઞાન આપવા અંગેની હતી. એ રીતે ડિજિટલ જ્ઞાન પ્રસારનું કામ કરતા સામયિક ‘સાયબર સફર’ની વિનામૂલ્યે જાહેરાત પણ અમુક અંકોમાં જોવામાં આવી છે. જાહેરખબર વગર સામયિક કેમ ચાલી શકે એ દુનિયાભરના પ્રકાશન ઉદ્યોગ માટે હંમેશા પાયાનો પ્રશ્ન છે. સફારી ક્યારનું એ પ્રશ્ન ઠેકીને આગળ નીકળી ગયું છે. એ રીતે ચંદન નામનું ગુજરાતી સામયિક પણ વર્ષોથી જાહેરખબર વગર ચાલે છે.

બુદ્ધિશાળી વાચકો માટે બુદ્ધિશાળી જાહેરાતો..

સફારીમાં તેનાં જ પ્રકાશનોની જાહેરખબરો આવે છે. એ વળી વાચકોની પણ ડિમાન્ડ હોય છે. કેમ કે નહીંતર તો કેમ ખબર પડે કે ઘણા સમયથી આઉટ ઓફ પ્રિન્ટ જાહેર થયેલું પુસ્તક ‘કોસ્મોસ’ હવે મળશે? હવે તો નથી આવતી પણ ચાલુ હતું ત્યારે ‘સીટી લાઈફ’ની જાહેરખબરો પણ આવતી. એક સમયે સફારીમાં તેનાં બુદ્ધિશાળી વાચકો માટે ભારે બુદ્ધિપૂર્વકની જાહેરખબરો આવતી. એ જાહેરખબરો હતી આગામી અંકના આકર્ષણોની.

અંક નંબર ૮૦માં મનિયો મસ્તીખોર ગુપ્ત માહિતી આપતો હોય એમ પત્ર લખીને આગામી અંક ૮૧ દળદાર હોવાનો ખુલાસો કરે છે. અગાઉ પાસટાઈમ પઝલ્સની જાહેરાત કરવા ખુદ મહાવિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન અંક નંબર ૬૭માં ‘હાજર’ થયાં હતાં. એવી જાહેરખબરોને કારણે જ તેને વાંચવાની પણ મજા પડે છે.

જાહેરખબર એ વેચાણ કરતા પણ ક્રિએટેવિટીનો વિષય છે. ક્રિએટીવિટી વગરની કોઈ જાહેરખબર અસરકારક સાબિત થતી નથી. એટલે સફારી એડવર્ટાઈઝમેન્ટ બનાવે તો પણ એમાં ભારોભાર ક્રિએટિવિટી હોય છે. કોઈ પણ જાહેરખબરમાં હોવી જ જોઈએ…

waeaknzw

Gujarati Travel writer.