સફારી-8 : ફેક્ટફાઈન્ડરમાં પહેલો સવાલ શું હતો?

સફારીના આખા લેખમાં જેટલી મહેનત નહીં કરવી પડતી હોય એટલી મહેનત કદાચ આ એક વિભાગના એક સવાલના એક જવાબ પાછળ કરવી પડતી હશે…

 

સફારીના 35 વર્ષ – ભાગ 8  (સાતમાં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=393&preview=true)

 

સફારીનું ધ્વજજહાજ કહી શકાય એવો વિભાગ તો ‘એક વખત એવુ બન્યું..’ છે. પણ મારા મતે સૌથી પડકારજનક વિભાગ ‘ફેક્ટફાઈન્ડર’ છે. કેમ કે તેમાં લેખક ઈચ્છે એ નહીં, વાચક ઈચ્છે એ માહિતી આપવાની છે! મારા જેવો કોઈ વાચક પુછે કે ‘ચશ્માંના નંબર કેમ આવે?’ તો એનો જવાબ આપવો રહ્યો.. કોઈ વળી એમ પૂછે કે ‘બ્રહ્માંડ કેમ વિસ્તરે છે?’ તો વળી એનોય જવાબ તાર્કીક દલીલો અને સમજી શકાય એવા ગ્રાફીકો સાથે આપવો રહ્યો. બ્રહ્માંડ અને તેના વિસ્તાર માટે ઈન્ટરનેટ પર ઢગલાબંધ સામગ્રી છે જ. પણ વાચકને સમજાય એવી ભાષામાં જવાબ આપવો રહ્યો. એ કામ વધારે અઘરું છે. માટે જ કાદાચ ઘણી વખત એક લેખમાં ન કરવી પડતી હોય એટલી મહેનત એક સવાલનો પાંચ-પંદર લીટીમાં જવાબ આપવામાં કરવી પડતી હશે..

 

સફારીનો આ અત્યંત લોકપ્રિય વિભાગ ૪૫મા અંકથી શરૃ થયો હતો. ૪૪મા અંકના તંત્રીના પત્રમાં તેની જાહેરાત પણ કરવામાં આવી હતી. ફેક્ટફાઈન્ડરનો પહેલો સવાલ હતો, ‘દુકાનના શો-કેસમાં અથવા જાહેરાતોમાં બતાવેલી ઘડિયાળના કાંટા ૧૦ કલાક ૧૦ મિનિટ અને ૩૫ સેકન્ડનો ટાઈમ શા માટે બતાવતા હોય છે?’ સફારીએ તેનો જવાબ આપ્યો હતો. પરંતુ વાચકો કેવા સજ્જ છે, તે અહીં ખબર પડી. કેમ કે મારા જેવા સામાન્ય વાચકને તો આવો સવાલ સૂજે જ નહીં!

ફેક્ટફાઈન્ડર માટે બે પાંના હતાં અને કુલ આઠ સવાલ-જવાબોનો સમાવેશ કરાયો હતો. આઠમા સવાલના અંતે લખ્યુ હતું કે સવાલો ઓછા છે, પણ જવાબ સંતોષકારક આપવા છે, માટે વધુ સવાલો સમાવવાની લાલચ ટાળી છે. પછી તો સફર આગળ વધી એમ ફેક્ટફાઈન્ડરનું કદ પણ વધ્યું. ૪૭માં નંબરમાં વિભાગ માટે અઢી પાનાં ફાળવવામાં આવ્યા હતાં. ૪૯મા નંબરમાં ત્રણ પાંના અને સાત સવાલો હતાં. પચાસમાં અંકે ચાર પાનાં અને નવ સવાલો હતાં. પછી તો કોઈ એક અંકમાં ૨૨ પાનાં ભરીને ફેક્ટફાઈન્ડરનો વિસ્તાર પાથર્યો હતો. ક્યારેક વળી કોઈ સત્યકથા સમાવવા ફેક્ટફાઈન્ડર જેવા વિભાગનું કદ વેતરવુ પણ પડયું છે. જેમ કે ૯૨માં હિટલરના એનિગ્મા મશિનની સત્યકથાને કારણે ફેક્ટફાઈન્ડર વિભાગ પર કાપ મૂકાયો હતો.

કોઈ વાચકને સવાલ થાય પણ સફારી તેનો પહેલેથી જ જવાબ આપી દીધો હોય તો? કેમ કે સફારી તો કેટલાક કદમ આગળ ચાલે છે! એટલે પછી ૧૦૦ પહેલાના કોઈ અંકથી પુનરાવર્તન પામેલા પ્રશ્નોની નોંધ પણ શરૃ થઈ. જેમાં વાચકોને જવાબ નહોતો મળતો, પણ જવાબ ક્યાંથી મળશે, તેનું સરનામુ મળતું હતું.

સમય પ્રમાણે તેના લે-આઉટમાં થોડા ઘણા ફેરફાર થયા છે. કેટલોક સમય ફેક્ટફાઈન્ડર સાથે થોડી જવાબ સબંધિત માહીતી આડી પટ્ટીમાં આપવામાં આવતી હતી. હવે ફાસ્ટફેક્ટ્સ આવે છે. ફેક્ટફાઈન્ડના સંગ્રહો પણ બહાર પડી ચૂક્યા છે, જેને જ્ઞાનકોશ કહેવા રહ્યાં.

છેલ્લે છેલ્લે હમણાં તો સફારીએ ફેક્ટફાઈન્ડરમાં ન પૂછાયેલા સવાલો પર પણ એક લેખ લખ્યો હતો. 45થી 256 સુધીમાં આ વિભાગમાં આપણે કલ્પના કરી શકીએ એવા તમામ વિષયોના અને કલ્પના ન કરી શકીએ એવા અનેક વિષયોના પણ અનેક સવાલોના જવાબો અપાયા છે.

waeaknzw

Gujarati Travel writer.