સફારી વાંચવા માત્રથી કોઈ રોબર્ટ ગોડાર્ડ નથી બનવાનું, કોઈ આઈન્સ્ટાઈન નથી બનવાનું, કોઈ ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન નથી બની જવાનું… પણ સફારી વાંચીને પોતાના કામમાં નિપૂણ થઈ શકાય છે, એ વાત કેમ નકારવી? વિજ્ઞાનમાં રસ છે, તો સફારી એ રસ વૃદ્ધિ કરે છે. એન્જિનિયરિંગમાં રસ છે, તો સફારી એની એબીસીડી શિખવે છે. ઈતિહાસમાં રસ છે, તો સફારી ઐતિહાસિક તથ્યોની આરપાર સફર કરાવે છે.
સફારીના 35 વર્ષ – ભાગ 7 (6ઠ્ઠા ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=378)
આ બધા ઉપરાંત પ્રેક્ટિકલી પ્રયોગો કરાવે એવો સફારીનો એક વિભાગ છે, ઘેરબેઠાં જાતે બનાવો.. હવેના અંકોમાં આ વિભાગની હાજરી ઓછી દેખાય છે. એટલે નવા સફારી વાચકો માટે એ નામ અજાણ્યુ લાગી શકે. પણ એક સમયે તેની બાદશાહત હતી. હવે જાતે બનાવો પ્રયોગો ઓછા આવે છે તો શું કરવુ? જુના અંકો ઉથલાવવા અને અત્યાર સુધીમાં જે પ્રયોગો આપ્યા છે, એ પણ ફરીથી (અથવા પહેલી વખત) કરવા પ્રયાસ કરવો..
કેવાં કેવાં પ્રયોગો હતાં?
– ટેલિસ્કોપ (અંક ૨૨)
– પીન હોલ કેમેરા (૪૬)
– રોજનો વરસાદ માપી આપતું રેઈન-ગેજ! (૪૯)
– ઈલેક્ટ્રિસિટીને બદલે ઈચ્છાશક્તિથી ફરતી મોટર (૫૩)
– મગજને ચકરી ખવડાવતા મોબિયસ બેન્ડના જાદુઈ ખેલ! (૬૩)
– નવરા બેઠા રમોઃ નવી અને નટખટ કેલ્ક્યુલેટર ગેમ્સ! (૬૪)
– કેમિકલ્સનો બહુરંગી ક્રિસ્ટલ બગીચો (૬૪)
– જૂલની મેજીક જેવી રબ્બર-બેન્ડ મોટર (૬૪)
– ઈમ્પોસિબલ આકારનું ઈલ્યુઝન બોક્સ (૬૪)
– હવા પર સવારી કરતાં હોવરક્રાફ્ટનું મોડેલ (૬૭)
– વિરાટ હોટ-એર બલૂનનું મીની મોડેલ (૬૭)
– ચંદ્રનો પણ સમય માપતી સૂર્યઘડિયાળ (૮૬)
– અવનવા ચીની પતંગો (૮૮)
– જાતે માપો મગજની આઈક્યુ (૧૦૮) અગાઉ પણ કોઈ અંકમાં આપવામાં આવી હતી. એ પછી છેક ૧૯૯ નંબરના અંકમાં જોવા મળી હતી.
– ઓટોમેટિક ફ્લેપ (તાળીથી ચાલુ બંધ થતી) સ્વીચ (૧૦૮)
– મીની સ્ટીમ એન્જીન (૧૧૮)
– જાતે ઉગાડોઃ પોટેટો પ્લસ ટોમેટો બરાબર પોમેટોનો છોડ (૧૨૪)
– પવનચક્કીનું મિનિ મોડેલ (૧૨૪)
મેં કેટલાક અખતરા કરી જોયા હતાં અને મારા અલ્પજ્ઞાન પ્રમાણે મને સફળતા ઓછી અને વધુ નિષ્ફળતા મળી હતી. સફારીએ વિવિધ સંગ્રહોની માફક જાતે બનાવોનો સંગ્રહ હજુ સુધી બહાર નથી પાડ્યો, જોકે.