જંગલ પ્રજાસતાક : જંગલમાં રાજકારણ…

જંગલી સજીવોનો સંદર્ભ લઇ જંગલી શબ્દ ઝાંખો પડી જાય એવું રાજકારણ ખેલતા રાજકારણીઓ પર કટાક્ષ કરતુ આ પુસ્તક ભારે મજાનું છે. વાંચતા વાંચતા કેટલાક રસપ્રદ વાક્યો – શબ્દો ધ્યાનમાં આવ્યા.. જેમ કે..

– શિકારવય ધારો

– સસલું રાજકીય અગ્રણી શિયાળ માટે: ડુડાઓની પ્રસુતિના પ્રસંગે હાજરી આપવા તેની પાસે દુનિયાભરની નવરાશ છે!

– ટોળાને સતત એવો ભ્રમ રહેવો જ જોઈએ કે દરેક નવી યોજના એમના કલ્યાણ માટે જ છે.

– એવું લાગે છે કે તેઓ ઘેટાં-બકરાવાદમાં મને છે.

– અમે એજ આદર્શો સાથે વાંદરાચિંધ્યા માર્ગે ચાલી રહ્યા છીએ ત્યારે તમને ગધેડાચિંધ્યો માર્ગ સારો લાગે છે?

– વંદરાવાદ

– પ્રાણીકલ્યાણચળવળ

– શિયાળે ૨ મિનીટ ચુપ રહી જુવાન ડુડાના ગુસ્સાને અંજલી આપી.

– વાઘે પણ સિંહ માર્ગે ચાલી તપાસ વરુને સોપી.

– તારી આવી સર્જનાત્મક લુચ્ચાઈ માટે તો તું અમારી સાથે છે!

– પ્રાણીગત રીતે ઓળખવા

– એની રાજકીય મહેચ્છાઓ જંગલજાહેર હતી.

– એ આદર્શ ઘેલો છે અને આદર્શ ઘેલાઓને સરળતાથી મૂરખ બનાવી શકાય છે.

ખરીદવામાં રસ હોય તો અહીં http://gujaratibookshelf.com/index_detail.php?bookn=3905&book_name=JUNGAL%20PRAJASATTAK

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *