જલસો-11 : આઝાદી મળી તેનાથી ઉત્તમ બીજું ક્યું પેન્શન હોઈ શકે?

આઝાદીની લડત લડ્યાં એ સૌ કોઈને પછીથી સરકારે પેન્શન આપવાની શરૃઆત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા બાબુભાઈ જશભાઈ પટેલ પણ  એવા ફ્રીડમ ફાઈટર હતા. ઈન્દિરા ગાંધીએ તેમને પેન્શન લેવા આગ્રહ કર્યો હતો.

બાબુભાઈએ જવાબ આપ્યો કે આઝાદી મળી તેનાથી ઉત્તમ બીજું ક્યું પેન્શન હોઈ શકે?

1

‘જલસો-11’માં ગુજરાતના સિદ્ધાંતવાદી મુખ્યમંત્રી બાબુભાઈ જે. પટેલવિશેનો હસમુખ પટેલનો વિગતવાર લેખ છે. બાબુભાઈ વિશે ઘણુ સાંભળ્યું હોય, તો પણ આલેખમાં કેટલીક રસપ્રદ વાતો વાંચવાની મજા પડી છે. જલસો-11 હાથમાં આવ્યા પછી પહેલોલેખ મેં છાયા ઉપાધ્યાયે લખેલો રશિયાના પ્રવાસ અંગેનો વાંચ્યો કેમ કે મને તેની સૌથીવધુ ઉત્સુકતા હતી. એની વાત કરતાં પહેલા આ બાબુભાઈના લેખમાં રહેલી કેટલીક વિગતોજોઈએ.  

  • મુખ્યપ્રધાન પોતે એક વાર નહીં, લાંબા પ્રવાસમાં વારંવાર સામાન્ય મુસાફરની જેમ મુસાફરી કરે એવું ક્યાંય જોયું છે? 1975થી 1980ના તેમના કાર્યકાળમાં તેમનો આ સહજ ક્રમ હતો.
  • આ દરમિયાન ઈન્દિરાજીના પ્રીતિપાત્ર, બાબુભાઈના અંગત શુભેચ્છક મિત્ર એવા બ્રિટન ખાતેના ભારતના હાઈકમિશ્નર (અને આગળ જતા ગુજરાતના રાજ્યપાલ થનાર) બી.કે.નહેરુએ ખાનગી રાહે બાબુભાઈની મુલાકાત લીધી હતી. તેમણે બાબુભાઈને ઈન્દિરાજીની કોંગ્રેસમાં ભળીને સરકાર બચાવી લેવાની સલાહ આપી આપેલી, જેના પ્રત્યુતરરૃપે બાબુભાઈએ માર્મિક રીતે નહેરુને જણાવેલું કે ‘મને ત્યાં લઈ જઈને શા માટે એક મડદાનો ઉમેરો કરો છો? એક જીવતા માણસ તરીકે બહાર રહેવું એ મારી નિયતિ છે.’

2.

રશિયા વિશે પ્રવાસ વર્ણન ઓછું વાંચવા મળે છે, એમ તો વિજયગુપ્ત મૌર્યએ આખું પુસ્તક લખ્યું છે, પરંતુ અત્યારનું રશિયા કેવું છે, તેનો થોડો-ઘણો ચિતાર છાયા ઉપાધ્યાયના લેખમાંથી મળે છે. જેમ કે..

  • કારણ કે વર્તમાન રશિયામાં લોકશાહીના પહેરણ તળે રાજાશાહીનો પ્રતાપ ફરફરે છે.
  • અને ઈન્ડિયા પૂછીને હરખાવા લાગી. ત્યાં બધા ઈન્ડિયનને એકદમ ઓળખી કાઢતાં હતાં અને હરખથી મળતાં હતાં. (રશિયાના એક ટ્રામ સ્ટેશનનો અનુભવ)
  • અમુક રશિયન માને છે કે સોવિયેત સંઘનું જીવન વધારે લાભદાયી હતું, કેમ કે ત્યારે પ્રજાની જવાબારી સરકાર પર રહેતી હતી. (સામ્યવાદી શાસનની વાત છે, જે શાસનપ્રથા દુનિયામાં ક્યાંય પ્રજાનું ભલું કરી શકી નથી. પણ એ અલગ વાત થઈ)
  • એક ગાઈડે લેખીકાને કહ્યું હતુ –અમારી સંસ્કૃતિ આગવી છે. અમારે કોઈની પાસેથી શાસન વ્યવસ્થા શીખવાની જરૃર નથી.
  • રશિયાના ક્લાસરૃમમાં ગયા અને ત્યાં વિદ્યાર્થીઓને મળ્યાં. એ વિદ્યાર્થીઓને ભારોભાર અચરજ થયું કે તમે લોકો (એટલે ઈન્ડિયન) બીફ નથી ખાતા તો કેવી રીતે સર્વાઈવ થઈ શકો છો? (રશિયાનો 50 ટકાથી વધુ ભાગ બર્ફીલો છે, ત્યાં બીફ લગભગ અનિવાર્ય ભોજન છે)
  • યુવાન રશિયન અથવા તેમના મિત્રો અથવા મિત્રોના મિત્રો ગોવા આવી ચૂક્યા હોય છે.
  • એવા સંજોગોમાં આ દેશની સોવિયેતકાલીન માળખાકીય સુવિધાઓ તથા હંમેશથી અમેરિકાની સામે પક્ષે રહેવાની લશ્કરી-રાજનૈતિક-વૈજ્ઞાનિક તાકાત પ્રભાવિત કરી દેનારી લાગે.

3

બીજો લેખ મેં જ્યોતિ ચોહાણનો વાંચ્યો કેમ કે એ પણ પ્રવાસની વાત હતી. પ્રવાસમાં અજાણ્યા માણસોની સારપના કેટલાક પ્રસંગો તેમણે રજૂ કર્યા છે. જ્યોતિબહેન ભારતયાત્રી ઘોષિત કરી શકાય એટલું ફરે છે, એટલે તેમના અનુભવો જાણવાની ઉત્સુકતા રાખવી લાભદાયી સાબિત થાય છે.

તેમણે લખ્યું છે – ‘પ્રવાસની શરૃઆતમાં ખોટી બસ પકડાઈ ગઈ, પણ સાચા માણસોનો ભેટો થયો એ નાનીસૂની વાત નહોતી!’

બીજો પ્રસંગ જેની સાથે હું સહમત છું – અજાણ્યા પર ઝટ વિશ્વાસ મુકતા આપણે અચરાઈએ છીએ, જ્યારે પર્વતીય પ્રદેશોના લોકો સામાન્યપણે સહેલાઈથી આપણી સાથે હળીભળી જાય છે.

—-

જલસોમાંઘણા લેખો છે, બધા વાંચ્યા નથી. વળી બધામાં બધાને રસ પડે એવુ પણ નથી. પસંદગીનુંવૈવિધ્ય હોવાનું જ. હાલ આટલું વાંચ્યુ, એટલે આટલું લખ્યું. 

એ જલસો આ લિન્ક પર મળશે. 

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *